NATA Admit Card 2022: કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (COA)એ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર NATA માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. વિદ્યાર્થીઓને આ એડમિટ કાર્ડ ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થશે. જે ઉમેદવારોએ આ વખતે આર્કિટેક્ચર એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજી કરી છે તેઓ NATAની સત્તાવાર વેબસાઇટ nata.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ ચેક અને ડાઉનલોડ કરી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષાના પોર્ટલ પર માંગવામાં આવતી માહિતી દાખલ કરીને લોગીન કરવાનું રહેશે.
NATA Admit Card 2022: આ તારીખે યોજાશે ફેઝ-1 પરીક્ષા
કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર શેડ્યૂલ મુજબ, નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર માટેની ફેઝ-1 પરીક્ષાનું આયોજન જૂન 12, 2022ના રોજ કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન નિયુક્ત કેન્દ્રો પર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પરીક્ષા સવારે 10 થી બપોરના 1 અને બપોરે 2.30થી સાંજના 5.30 એમ બે શિફ્ટમાં લેવામાં આવશે.
NATA Admit Card 2022: આ વાતોને રાખો ધ્યાનમાં
પરીક્ષામાં બેસવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ એકવાર તેમના એડમિટ કાર્ડને સારી રીતે તપાસી લેવું જોઈએ. કોઈપણ ભૂલના કિસ્સામાં તેઓ NATAના હેલ્પ ડેસ્ક 9560707764 અથવા 9319275557 પર સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધી સંપર્ક કરી શકે છે.
આ સિવાય વિદ્યાર્થીઓ nata.helpdesk2021@gmail.com પર પણ ઈ-મેઈલ કરી શકે છે. વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ, તેના વિના તેમને પ્રવેશ મળશે નહીં. આ સાથે તેઓએ તેમની સાથે એક માન્ય ઓળખ કાર્ડ પણ લાવવું જોઈએ.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
– સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ nata.in પર જાવ.
– હવે હોમ પેજ પર દેખાતી રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.
– હવે તમે નવા પેજ પર આવશો.
– અહીં માંગવામાં આવેલી જાણકારી જેમ કે મેઈલ આઈડી, પાસવર્ડને દાખલ કરીને લોગઈન કરો.
– હવે તમારું એડમિટ કાર્ડ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
– તેને ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની પ્રિન્ટ આઉટ લો.