जन मन INDIA
slider news શિક્ષણ

NATA 2021 Admit Card: આર્કિટેક્ચર પરીક્ષાનું પ્રવેશ કાર્ડ જાહેર, અહીં ડાયરેક્ટ લિંકથી કરો ડાઉનલોડ

NATA Admit Card 2021 Released: નેશનલ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર (NATA) 2021 પરીક્ષાનું પ્રવેશ કાર્ડ એટલે કે એડમિટ કાર્ડ જાહેર થઈ ગયું છે. કાઉન્સિલ ફોર આર્કિટેક્ચરે નેશનલ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચરનું પ્રવેશ પત્ર સત્તવાર વેબસાઈટ nata.in પર જાહેર કર્યું છે. ઉમેદવાર આ વેબસાઇટ પર જઈને પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોએ પોતાનું એડમિટ કાર્ડને ડાઉનલોડ કરવા માટે લોગઇન કરવું પડશે. NATA પરીક્ષા 10 એપ્રિલે લેવામાં આવશે. આ પરીક્ષા 2 શિફ્ટોમાં લેવાશે. પ્રથમ શિફ્ટ સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ 2.30 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી રહેશે. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

NATA Admit Card 2021 આ ડાયરેક્ટ લિંકથી કરો ડાઉનલોડ

https://nataregistration.in/

આ સ્ટેપથી કરો ડાઉનલોડ

– સૌપ્રથમ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ nata.in પર જાઓ.
– વેબસાઇટ પર આપવામાં આવેલા રજિસ્ટ્રેશનના ટેબ પર ક્લિક કરો.
– હવે ઇમેલ અને પાસવર્ડ સબમિટ કરી લોગ ઇન કરો.
– તમારું પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર આવી જશે.
– હવે આને તમે ડાઉનલોડ કરી લો, અને પરીક્ષા હોલમાં લઈ જવા માટે પ્રિન્ટ કાઢી લો.

ઉમેદવારોએ માન્ય આઈડી પ્રૂફ, પેન, પેન્સિલ, રફ વર્ક માટે લઈ જવું પડશે. રફ કામ માટેનું પેપર પરીક્ષા કેન્દ્ર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્વીકાર્ય માન્ય આઈડી પ્રૂફ આધાર કાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાઇસન્સ / ચૂંટમી કાર્ડ છે. સવારે 10.15 વાગ્યા પછી પરીક્ષા હોલમાં ઉમેદવારોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં અને કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment