નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે જુગાર પર દરોડા પાડી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડાના પગલે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.
મળતી માહિતી મુજબ, ડેડીયાપાડા ખાતે સ્ટેટ મોનીટરીંગસેલ ગાંધીનગરનીબહારની ટીમે ઓચિંતી જુગારના અડ્ડા પર રેડ કરતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.
ગાંધીનગરની ટીમે દરોડા પાડી જુગારનો અડ્ડો ચલાવતા પતિ-પત્ની સહિત 14 લોકોને ઝડપી પાડી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડાના બસ ડેપો નજીક બુટલેગર પરેશ નવીનભાઈ તડવી અને તેની પત્ની માણસોને રાખી આંકડાનો વેપલો કરતા હોવાની બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે પરેશ તડવીના ઘરે રેડ કરી હતી.
આ દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ આંકડા લખવાના સાધનો સહીત 1 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે જુગારનો અડ્ડો ચલાવતા પતિ-પત્ની સહિત 14 લોકોને ઝડપી પાડ્યા હતા અને 13 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.