રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પૂરતી સુવિધાઓ અને પૂરતો સ્ટાફ ન હોવાથી સારવાર માટે આવતા આવેલ દર્દીઓ કા તો મોતને ભેટે છે અથવા તો તેને રીફર કરી દેવાય છે. રાજપીપલા સિવિલ હોસ્પિટલ યોગ્ય સુવિધાના અભાવે ખૂદ બીમાર છે એને ઈલાજની જરૂર છે. તાજેતરમાં ડેડીયાપાડાના કેન્સરના દર્દીને રાજપીપલા સિવિલમાં લાવતા તેને વડોદરા રીફર કરતા રસ્તામાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. રાજપીપલા સિવિલમાં દર્દીને બચાવવાં પૂરતા આધુનિક સાધનો અને સ્ટાફના અભાવે દર્દી રામ ભરોસે સારવાર લઈ રહ્યા છે!
મળતી માહિતી મુજબ દેડીયાપાડાના મોસ્કુવા ગામના રહેવાસીએ અઠવાડીયા પહેલા ગોરેજમુની આશ્રમ ખાતે કેન્સનું ઓપરેશન કરાવ્યું હતું. તેમને 23 તારીખે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સાવાર અર્થે રાજપીપલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વડોદરા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ તે વડોદરા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યું થઈ ગયું હતું. ત્યારબાદ તેઓને પરત જનરલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લાવેલ. અને મુતદેહપી.એમ રૂમમા મોકલતા આ અંગે ડેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા