9મી ઓગસ્ટના રોજ ભારત અને વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે. ત્યારે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં પણ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે..આ વખતે સેલંબા ગામે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે. જેની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.
સેલંબા ગામે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ શહીદ ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો ઘોષિત વિશ્વ આદિવાસી આદિવાસી ઉજવણીના ભવ્ય કાર્યક્રમો યોજાશે. આયોજન માટે તાડમર તૈયારીઓ ચાલુ છે. જેમાં આશરે 25 થી 30 હજાર ભાઈઓ તથા બહેનો પોતપોતાના પરંપરાગત વેશભુષા અને વાજીંત્રો સાથે સામેલ થઇ માનવ સભ્યતાની ધરોહર આદિવાસી સંસ્કૃતિની ઝાખી કરાવશે. આદિવાસીની કુળદેવી યાહામોગીના આશીર્વાદથી આ સમગ્ર કાર્યક્રમ બિન રાજકીય રીતે તાલુકાના તમામ આગેવાનો અને આદિવાસી સમાજ સાથે રહીને આ ભવ્ય કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડે તે બાબતે સતત મિટિંગોનું આયોજન કરી તાડમર તૈયારી કરી રહ્યા છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા