મુંબઈ પોલીસે Google CEO સુંદર પિચાઈ (Google CEO Sundar Pichai) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોર્ટના આદેશ બાદ પોલીસે કોપી રાઈટ (Copy Right)ની કલમો હેઠળ પિચાઈ વિરુદ્ધ FIR નોંધી છે.
શું છે મામલો?
ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુનીલ દર્શને કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે. જે બાદ કોર્ટે મુંબઈ પોલીસને કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ જ આદેશ બાદ MIDC પોલીસે પિચાઈ સહિત છ લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ફરિયાદકર્તાએ શું કહ્યું?
ફરિયાદ કરનાર ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સુનીલ દર્શને કહ્યું કે તેમની ફિલ્મ ‘એક હસીના થી એક દીવાના થા’નો કોપીરાઈટ કોઈને આપ્યો નથી. આમ હોવા છતાં, આ ફિલ્મના ગીતો અને વીડિયો ઘણા લોકોએ ગૂગલ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હતા.
તેમણે કહ્યું કે, જ્યારે આ ફિલ્મના ગીતો અને વીડિયો અપલોડ થઈ રહ્યા હતા, ત્યારે યુટ્યુબ અને ગૂગલે પણ તેને અપલોડ કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે તેઓએ કરોડો રૂપિયાની કમાણી કરી અને તેમને (ફિલ્મ નિર્માતાઓને) કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું.
ફરિયાદીની ફરિયાદના આધારે, સુંદર પિચાઈ ઉપરાંત, ગૌતમ આનંદ (યુટ્યુબના એમડી) સહિત અન્ય Google અધિકારીઓ સામે કોપીરાઈટની કલમ 51, 63 અને 69 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.