તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા મુકુલ રૉય કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત માટે ટીએમસી મુખ્યાલય પહોંચી ગયા છે. મમતા બેનર્જી સાથે મુલાકાત પહેલા જ મુકુલ રૉયની ટીએમસીમાં વાપસીને લઈ અટકળો તેજ થઈ ગઈ છે.
મકુલ રૉયના બીમાર પત્નીને જોવા પહોંચ્યા હતા અભિષેક બેનર્જી
તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જી 2 જૂને મુકુલ રૉયના બીમાર પત્નીને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાર બાદથી જ અટકળો તેજ થઈ ગઈ છે કે રાજનીતિક સમીકરણમાં પરિવર્તન આવી શકે છે.
પશ્ચિમ બંગાળ ભાજપની બેઠકમાં સામેલ નહોતા થયા મુકુલ રૉય
મુકુલ રૉય પાછલા દિવસોમાં કોલકાતામાં પશ્ચિમ બંગાળ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પણ નહોતા પહોંચ્યા. જો કે થોડાક સમય પહેલા મુકુલ રૉયે ટીએમસીમાં જવાની અટકળોને ફગાવી દીધી હતી અને પોતાને ભાજપના સિપાહી ગણાવ્યા હતા.
ઘણા નેતાઓએ વ્યક્ત કરી છે મમતાના ખેમામાં આવવાની ઈચ્છા
પાર્ટી-બદલનારા તૃણમૂલ કોંગ્રેસના ઘણા પૂર્વ નેતાઓએ પાછલા કેટલાક સપ્તાહમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખેમામાં પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમાં પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહા અને દીપેન્દુ વિશ્વાસ સહિત ઘણા પ્રમુખ નેતા છે. કેટલાક અન્ય નેતા પણ કથિત રીતે તૃણમૂલ નેતૃત્વને સંકેત આપી રહ્યા છે અને તેમને તૃણમૂલમાં વાપસીની આશા છે.