जन मन INDIA
slider news ઈકોનોમી

મુકેશ અંબાણી, રતન ટાટાની સાથે 100 બિલિયન ડૉલરના ક્લબમાં સામેલ થયા ગૌતમ અદાણી, બનાવ્યો નવો ઇતિહાસ

ગૌતમ અદાણી માટે વર્ષ 2020 સફળતાથી ભરપુર રહ્યું છે. આ વર્ષે તેમની ગ્રુપ ઓફ કંપનીઝે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ હવે 100 અરબ ડૉલર માર્કેટ કેપ સાથે પ્રીમિયમ ક્લબમાં સામેલ થઈ ગયું છે. આ ક્લબમાં હાલમાં ફક્ત મુકેશ અંબાણી અને રતન ટાટા સામેલ છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, Adani Groupની કંપનીઓની કુલ માર્કેટ કેપ 100 અરબ ડોલરને પાર કરી ગઈ છે. ગ્રુપની છ કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓની માર્કેટ કેપમાં 480 ટકાથી વધુનો વધારો થયો છે. પહેલાં આ કંપનીઓની માર્કેટ કેપ 1.34 લાખ કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 7.85 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

છેલ્લા એક વર્ષમાં ટાટા ગ્રુપે 99 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 65 ટકા ગેન કર્યું છે. ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની કુલ માર્કેટ કેપ રૂ.18.15 લાખ કરોડ છે, જ્યારે રિલાયન્સની માર્કેટ કેપ 12.66 લાખ કરોડ રૂપિયા છે. અદાણી ગ્રુપ ઓફ કંપનીઝમાં સૌથી વધુ અદાણી ટોટલ ગેસના શેરમાં 1234 ટકા, અદાણી ગ્રીન એનર્જીના 686 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 850 ટકા અને અદાણી ટ્રાન્સમિશનના 472 ટકાનો ઉછાળો થયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી આ સમયે વિશ્વના 16માં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમની કુલ સંપત્તિ 62.4 અબજ ડૉલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 28.6 અબજ ડોલરનો વધારો થયો છે.

Related posts

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

Leave a Comment