ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત તેના મજેદાર જોક્સ માટે જાણીતા છે. મેદાન પર હોય કે બહાર, તે હંમેશા કંઇક ને કંઇક હરકતો કરતા જ રહે છે. આ વખતે તેમણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સાથે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે લાઈવ ચેટ કરી હતી.
ઋષભ પંત, રોહિત શર્મા અને સૂર્યકુમાર હાલમાં વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં છે. અહીં તેમના હોટલના રૂમમાંથી જ પંતે સૌ પ્રથમ રોહિત અને સૂર્યકુમારને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો કોલ કર્યો. જ્યારે તેઓ એકબીજા સાથે વાત કરી રહયા હતા ત્યારે પંતે સાક્ષી ધોનીને ફોન કરી દીધો.
પંતે કહ્યું- માહી ભાઈને લાઈવ પર રાખો
સાક્ષીએ કોલ એટેન્ડ કર્યો અને વાત કરવા લાગી. આ દરમિયાન કેમેરા ધોની તરફ ફેરવી દીધો. ધોનીએ પહેલા તો હાથ જોડીને કેમેરા સામે આવવાની ના પાડી, પરંતુ થોડા સમય બાદ તે પણ લાઈવ ચેટમાં આવી ગયા. માહીએ પણ સાક્ષીની જેમ જ હેલ્લો કર્યું, આ દરમિયાન પંતે કહ્યું- ભાઈને રાખો, થોડીવાર લાઈવ રાખો.
🎥 Of The Year 🥺
Glimpse Of Mahi Bhai From Rishabh Pant's Instagram Live ❤️@msdhoni @ChennaiIPL#MSDhoni #MSD #THALA pic.twitter.com/Uj9tA3ylX9— MS Dhoni Fans Club – W.B (@wbmsdian07) July 26, 2022
Advertisement
રોહિત બોલ્યા- ના કર યાર ઋષભ
ઋષભ પંતની આ વાત સાંભળીને ધોનીએ ફોન છીનવી લીધો અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ દરમિયાન ઋષભ પંત, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ જોરથી હસવા લાગ્યા. ઋષભ પંતની આ મસ્તીથી બધા એટલા પરેશાન થઈ ગયા કે બેડ પર પડેલા રોહિત શર્માએ પણ બોલવું પડ્યું – ‘ના કર યાર ઋષભ.’
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 29 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાંચ મેચની T20 સીરીઝ રમવાની છે. હજુ વનડે સીરીઝની એક મેચ બાકી છે જે આજે રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ઘણા ખેલાડીઓ ટી-20 સીરીઝ રમવા માટે ત્રિનિદાદ પહોંચી ગયા છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપસિંહ. આ સિવાય કેએલ રાહુલ અને કુલદીપ યાદવનું ટીમમાં રહેવું તેમની ફિટનેસ પર નિર્ભર છે