સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (સીબીડીટી) દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલ નાથના નજીકના સંબંધીઓના સ્થળે કરાયેલા દરોડામા કરોડો રૂપિયાના ગેરકાયદેસર લેવડ-દેવડમા મોટા ખુલાસાઓ કરવામા આવ્યા છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે દિલ્હીના તુગલક રોડ પર આવેલા એક મહત્વપૂર્ણ વ્યક્તિના ઘરમાંથી મોટી પાર્ટીના દિલ્હી સ્થિત મુખ્યાલય પર 20 કરોડનું રોકડ મોકલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તુગલક રોડ પર ઘણા વિશિષ્ટ લોકો રહે છે. સીબીડીટીએ ગઈકાલે મોડી રાત્રે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છૂટીછવાઇ કાર્યવાહીમાં 14.6 કરોડ રોકડ, 252 બોટલ દારૂ, કેટલાક હથિસારો અને વાઘની છાલ મળી આવી છે. નિવેદનમા એવુ પણ જાણવા મળ્યુ છે કે મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યના આશરે 50 સ્થળે પાડેલા દરોડામાં બીજો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીમાં રૂ. 281 કરોડની રોકડ જપ્ત કરાઈ છે જે રાજકારણ, ઉદ્યોગો અને સરકારી સેવામાં સંકળાયેલા લોકોની મદદથી આ રકમ ભેગી કરાઈ હતી.દિલ્હી આવક વેરા વિભાગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલ નાથના નજીકના સંબંધીઓના સ્થળ પર દરોડા પાડીને આક્રમક કાર્યવાહી કરી હતી. આ તપાસ 30 કલાક સુધી ચાલી હતી.
સીબીડીટીના ખુલાસાઓ
– એક વરિષ્ઠ અધિકારીના નિકટના સંબંધીઓના દિલ્હી સ્થિત રહેઠાણો પર દરોડા દરમિયાન કેટલાક પુરાવા મળ્યા. તેમાં કેશબુકનો પણ સમાવેશ છે, જેમાં 230 કરોડના બેનામી લેવડ-દેવડની વાતનો ઉલ્લેખ કરાયો છે.
– દિલ્હીના પોશ વિસ્તારોમાં બેનામી સંપત્તિઓનો પણ ખુલાસો કર્યો છે.
– રૂ. 242 કરોડની રકમના નકલી બિલો પરથી કેટલાક દેશની 80 કંપનીની હાજરીના પણ પુરાવા મળ્યા