મધ્યપ્રદેશમાં સરકાર બદલાતા જ ક્રાઈમ અને ગુનેગારોની રીત પણ બદલાઈ ગઈ છે. લગભગ એક સપ્તાહમાં થયેલી 4 રાજનીતિક હત્યાઓ અને ભાજપ નેતાઓ પર હુમલાના મામલા જોર-શોરથી ઉઠી રહ્યા છે.
રવિવારે બડવાનીમાં ભાજપના બોર્ડ પ્રમુખ મનોજ ઠાકરેની હત્યા બાદ હવે તેનો પડઘો દિલ્હી સુધી સાંભળવા મળી રહી છે. ભાજપે આ હત્યાઓને રાજનીતિક કરાર આપ્યો છે અને તેના વિરુદ્ધ તે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
ક્યારે અને કેવી રીતે થઈ હત્યાઓ
રવિવારે બડવાનીમાં ભાજપના મંડળ અધ્યક્ષ મનોજ ઠાકરેને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. તે સવારે ચાલવા માટે નિકળ્યા હતા ત્યારે તેમની પત્થરોથી માથુ કચળને હત્યા કરી દેવામાં આવી. મનોજના ચહેરા પર ગંભીર ઈજાઓના નિશાન મળ્યા છે. મૃતદેહ પાસેથી લોહીથી ખદબદ પત્થર પણ મળ્યો હતો. પોલીસે મામલે તપાસ શરૂ કરી દીધી છે. હમણા આરોપીઓ વિશે કોઈ જાણ થઈ નથી.
રવિવારે સાંજે જ ગુનામાં પરમાલ કુશવાહ નામના યુવકને ગોળી મારવામાં આવી, આ યુવક ભારતીય જનતા પાર્ટીના પાલક સંયોજક શિવરામ કુશવાહનો સંબંધિ હતો. ભાજપ ગુનાના આ હત્યાકાંડમાં કોંગ્રેસનો હાથ હોવાના આક્ષેપો લગાવી રહી છે.
ગુરુવારે સાંજે મંદસૌર નગર પાલિકાના બે વાર અધ્યક્ષ રહેલા ભાજપના નેતા પ્રહલાદ બંધવારની ભર બજારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પાલિકા અધ્યક્ષ બંધવાર સાંજે લગભગ સાત વાગ્યે જિલ્લા સહકારી બેંક સામે સ્થિત ભાજપ નેતા લોકેન્દ્ર કુમાવતની દુકાન પર બેઠા હતા.
જેવા તે બહાર નિકળ્યા, બુલેટ પર સવાર એક શખ્શે તેમની પાસે આવીને તેમના માથે ગોળી મારીને હત્યા કરી દીધી. કોઈ કંઈ સમજી શકે, એ પહેલા હુમલાખોર બુલેટ છોડીને ભાગી ગયો. માનવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યવસાયિક શૂટર હોઈ શકે છે.
બુધવારે સાંજે ઈન્દોરમાં કારોબારી અને ભાજપ નેતા સંદીપ અગ્રવાલને જાહેરમાં ગોળી મારવામાં આવી, આજ સુધી હત્યારાઓનો અતો-પતો નથી. ઈન્દોર શહેરના સૌથી વ્યસ્ત ચાર રસ્તા પર પોલીસ સ્ટેશનથી ફક્ત 100 પગલાની દૂરી પર શહેરના ચર્ચિત હાઈ પ્રોફાઈલ બિલ્ડર પર અજ્ઞાત હમલાવરોએ ગોળીઓ મારી હમલો કર્યો હતો. ત્યાર બાદ બિલ્ડરને ગંભીર અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ.
આ હત્યાઓને લઈ મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ કોંગ્રેસ સરકારને ચેતવણી પણ આપી કે જો આ ઘટનાઓ પર અંકુશ નહીં લાગે તો ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરશે.