કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર પોતાની સરકારને અસ્થિર કરવાના આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ મધ્યપ્રદેશમાં 'ઑપરેશન લોટસ' ચલાવવાના પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને જણાવ્યું છે કે ભાજપે તેમનો સંપર્ક સાધ્યો છે અને તેમને તોડવા માટે પ્રલોભન આપવામાં આવી રહ્યું છે જેથી કોંગ્રેસ સરકારને સંકટમાં નાખી શકે. મુખ્યમંત્રી કમલનાથે આરોપ લગાવ્યો છે કે ભાજપ તેમની સરકારને તોડવાના પ્રયાસો કરી રહી છે.
કમલનાથે એક પ્રતિષ્ઠિત ચેનલ સાથે વાતચિતમાં કહ્યું હતુ કે, 'ભાજપ મધ્યપ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયાસ કરી રહી છે.' તેઓએ કહ્યું કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યનો ભાજપે સંપર્ક કરી પ્રલોભન આપવાનો પ્રયાસ કર્યો હતો.
તેની જાણકારી આ ધારાસભ્યોએ પોતાના મુખ્યમંત્રીને આપી છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યા છે કે ભાજપ કોંગ્રેસી ધારાસભ્યોને પ્રલોભન આપીને તેમને તોડવાના પ્રયત્નો કરી રહી છે જેથી તેમની સરાકારને તોડી શકાય.