Mouth Ulcers: મોઢામાં ચાંદાની સમસ્યા દરરોજ લોકોને પરેશાન કરે છે. મોઢામાં ચાંદા પડવા પાછળ ઘણા કારણો છે. મોઢામાં ચાંદા સામાન્ય રીતે ખરાબ પેટ, કબજિયાત, ગેસની સમસ્યા, વિટામિન સી અને ડિહાઇડ્રેશનને કારણે થાય છે. આ મોઢાના ચાંદા ક્યારેક ઝડપથી મટી પણ જાય છે, તો ક્યારેક તેને મટવામાં લાંબો સમય લાગે છે.
લોકો ઘણીવાર આ સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ચાલો જાણીએ કે ક્યા-ક્યા સરળ ઉપાયો અપનાવીને આપણે મોઢાના ચાંદાથી છુટકારો મેળવી શકીએ છીએ.
મીઠાવાળું પાણી
જો મોઢાના ચાંદા આપણને પરેશાન કરતા હોય તો મીઠાના પાણીથી કોગળા કરવા જોઈએ. મીઠાવાળુ પાણી મોઢાના અલ્સરમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે અને તેને પાછા આવવા દેતું નથી.
એપલ સાઇડર વિનેગર
તેના એસિડિક ગુણને લીધે એપલ સાઇડર વિનેગર મોંના ચાંદા માટે ખૂબ અસરકારક છે. તે બેક્ટેરિયાને મારી નાખે છે, અલ્સરને કારણે થતા દુખાવામાં રાહત આપે છે. જો તેનો ઉપયોગ મોં ધોવામાં કરવામાં આવે તો મોઢાના ચાંદાથી છુટકારો મળશે.
મધ
મધ એન્ટી-બેક્ટેરિયલ હોવાથી મોઢાના ચાંદા મટાડવામાં ખૂબ જ અસરકારક છે. તે મોંના અલ્સરને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. હળદર અને મધ મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી ઘણો ફાયદો થશે.
નારંગીનો જ્યુસ
વિટામિન સીના અભાવે પણ મોઢામાં ચાંદા થાય છે. આવી સ્થિતિમાં નારંગીના જ્યુસનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. નારંગીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. મોંમાં ચાંદાની સમસ્યામાં જો સંતરાનો રસ પીવામાં આવે તો તેનાથી આરામ મળે છે.
નોંધ- આ લેખ માત્ર તમારી સામાન્ય જાણકારી માટે શેર કરવામાં આવ્યો છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.