અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિવાદમાં સપડાયા છે. કોંગ્રેસ ધારાસભ્યનો સિંહ સાથેનો સેલ્ફી વીડિયો અને તસવીર વાયરલ થતાં તેઓ વિવાદમાં સપડાયા છે.
ગીરમાં વસતા સિંહ સાથે સેલ્ફી લેવી તે વનવિભાગના નિયમો પ્રમાણે ગુનો બને છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.
એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, ધારાસભ્ય પ્રતાપ દુધાતની હાલ જે તસવીરો વાયરલ થઈ રહી છે તે અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારની છે. વાયરલ તસવીરમાં એક તરફ પાંચેક જેટલાં સિંહોનું ટોળુ છે. જે પીવાના પાણીના પોઈન્ટ પાસે આરામ ફરમાવી રહ્યુ્ં છે.
જ્યારે બીજી તરફ, ધારાસભ્ય પ્રતાપ દુધાત નજરે પડી રહ્યા છે. વનવિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ધારાસભ્યએ કહ્યું કે- શું સિંહ સાથે ફોટો પડાવવો ગુનો બને?, અમારી વાડીએ સિંહ આવે તો શું કરવાનું? જો સ્ટેટસમાં મૂકવાથી ગુનો બનતો હોય તો વનવિભાગે કાર્યવાહી કરે