વડોદરા: ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને વધુ મજબૂત કરવા હવે મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને મેદાનમાં ઉતારી વિકાસ ગાથા તેમજ લાભાર્થીઓ સાથે બેઠક શરૂ કરી છે.
તેમજ લોકોના પ્રશ્નોનું નિકાલ કરવા હેતુ 3 દિવસ વિવિધ વિધાનસભામાં મંત્રી, ધારાસભ્યો અને સાંસદો મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડોદરાના ડભોઈ વિધાનસભામાં મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સરિતા ઓવર બ્રીજ સહિત અન્ય વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું.
સાથે જ તેમણે સ્થાનિક ભાજપના આગેવાનો અને સંગઠનના સભ્યો સાથે બેઠક કરી હતી, તેમજ લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંત પટેલ, જિલ્લા મહામંત્રી બી.જે.બ્રહ્મભટ્ટ, સહિત મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement