લગભગ છેલ્લા 2 વર્ષમાં કોરોનાએ અનેક જીંદગી છીનવી છે. અનેક માસૂમ બાળકોને અનાથ બનાવી દીધા છે. ષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)એ સુપ્રીમ કોર્ટમાં માહિતી આપી છે કે, એપ્રિલ, 2020 બાદથી 1,47,492 બાળકોએ તેમના માતા, પિતા અથવા તો બન્ને ગુમાવ્યા છે. NCPCRના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લાં આશરે 2 વર્ષમાં અનાથ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાં માતા-પિતાનો જીવ કોરોના વાયરસને લીધે થયો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારા બાળકોની સંખ્યા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં NCPCRએ આ આંકડા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આયોગે જણાવ્યું કે, આ આંકડા 11 જાન્યુઆરી સુધીના છે અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી ‘બાલ સ્વરાજ પોર્ટલ-કોવિડ કેર’માં આપવામાં આવેલી માહિતીના આધારે મેળવવામાં આવ્યા છે.
માસૂમોના માથેથી છીનવાઈ છત્રછાયા
માતા અને પિતા બન્ને ગુમાવનાર બાળકોની સંખ્યા – 10,094
માતા અથવા પિતા પૈકી કોઈ ગુમાવનાર બાળકોની સંખ્યા – 1,36,910
ત્યજી દેવામાં આવેલા બાળકોની સંખ્યા – 488
માતા-પિતા ગુમાવનારા બાળકો પૈકી છોકરાઓની સંખ્યા – 76,508
માતા-પિતા ગુમાવનારા બાળકો પૈકી છોકરીઓની સંખ્યા – 70,980
4 ટ્રાન્સજેન્ડર બાળકનો પણ સમાવેશ
વયજૂથ પ્રમાણે માતા-પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા
8 થી 13 વર્ષની વયજૂથના બાળકોએ સૌથી વધુ માતા-પિતા ગુમાવ્યા
8થી 13 વર્ષના 59,010 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા
14-15 વર્ષના 22 હજાર 763 બાળકો માતા-પિતા ગુમાવ્યા
16-18 વર્ષના 22,626 બાળકોએ માતા-પિતા ગુમાવ્યા