जन मन INDIA
slider news ભારત

પ્રવાસી શ્રમીકો ફરી વતન ભણી, કોરોનાની બીજી લહેરથી લોકડાઉનનો ભય

દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને વરસી રહી છે. ગત વર્ષ કરતા પણ ખરાબ પરિસ્થિતિ હાલના સમયે જોવા મળી રહી છે. આવા સમયે લોકડાઉન થવાના ભયને લઈ પ્રવાસી શ્રમીકોએ ફરી વતનની વાટ પકડી છે.

દેશમાં કોરોના બેકાબુ બનતા દરેક રાજ્યોમાં કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવાઈ રહ્યું છે. કેટલાક રાજ્યોમાં નવા નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. ક્યાં રાત્રી કર્ફ્યૂં તો ક્યાંક આંશિક લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે ત્યારે શ્રમીકોને ફરી લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, પુણે સહિત અનેક પ્રદેશોમાંથી લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે.

ગત વખતે કોરોનાના કપરાકાળમાં લોકડાઉન થતા શ્રમીકો ફસાઈ ગયા હતા અને તેમને પગપાળા પોતાના વતન જવું પડ્યું હતું. લોકોની રોજગારી છીનવાઈ જતા તેમને ભોજનના પણ ફાંફા પડી રહ્યા હતા. ત્યારે આ વખતે આગમચેતીના પગલા રૂપે અનેક વિસ્તારોમાંથી પ્રવાસી શ્રમીકો મોટી સંખ્યામાં પોતાના વતન જઈ રહ્યા છે.

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પાસે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસી શ્રમીકો ઘર તરફ પાછા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમીકો શહેર છોડી રહ્યા છે.

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળેટોળા આવી રહ્યા છે. અહીં રિઝર્વેશન વિના કોઈને એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment