MHA CEPI Recruitment 2022: કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં નોકરી મેળવવાનું દરેકનું સપનું હોય છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે અહીં સારા સમાચાર છે. ગૃહ મંત્રાલય હેઠળના Custodian of Enemy Property for India-CEPIમાં વિવિધ પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવી છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પોસ્ટ્સ પર નિમણૂંક કરવામાં આવશે
પરિપત્ર મુજબ, આ ભરતીઓ નવી દિલ્હી સ્થિત મુખ્યાલય, મુંબઈ, કોલકાતા અને લખનઉ સ્થિત શાખા કચેરીઓમાં કરવામાં આવશે. આ અંતર્ગત લો ઓફિસર, એડમિન ઓફિસર, ચીફ સુપરવાઈઝર/કન્સલ્ટન્ટ, સુપરવાઈઝર/કન્સલ્ટન્ટ અને સર્વેયરની કુલ 42 જગ્યાઓ ભરવાની છે. આ ભરતી 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. CEPIની જરૂરિયાત અને ઉમેદવારની પ્રદર્શનના આધારે નોકરીનો કાર્યકાળ વધુ એક વર્ષ સુધી લંબાવી શકાય છે.
આવી રીતે કરો ઓનલાઈન અરજી
રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ, mha.gov.in અથવા CEPIની સત્તાવાર વેબસાઇટ, enemyproperty.mha.gov.inના ભરતી વિભાગમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.
ઓફલાઈનનો પણ છે વિકલ્પ
આ ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો. આ પછી ફોર્મ યોગ્ય રીતે ભર્યા પછી તેને સ્કેન કરો. ઈમેલ સાથે સ્કેન કરેલી કોપી જોડો અને તેને cepi.del@mha.gov.in આઈડી પર મેઈલ કરો. જોકે, ઉમેદવારો માટે ઑફલાઇન મોડનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પરિપત્રમાં આપવામાં આવેલા સરનામે 24 જૂનના રોજ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ જમા કરાવી શકાશે. આ તમામ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 62 વર્ષ છે.
ફોર્મ અને પરિપત્ર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો
https://www.mha.gov.in/sites/default/files/CEPIvacancies_07062022..pdf
લાયકાત
– લો ઓફિસર – લૉમાં ડિગ્રી અને 5 વર્ષનો અનુભવ
– એડમિન ઓફિસર – નિવૃત્ત સરકારી કર્મચારી
– ચીફ સુપરવાઈઝર/સલાહકાર – નિવૃત્ત સરકારી કર્મચારી
– સુપરવાઇઝર/કન્સલ્ટન્ટ – MBA/BBA અને હિન્દી/અંગ્રેજીનું જ્ઞાન
– સર્વેયર – માન્ય બોર્ડમાંથી ગણિત પ્રવાહમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે 12મું પાસ