કિસ્મતનો સાથ દરેક વ્યક્તિ ઈચ્છે છે. તેના માટે માણસ મહેનતની સાથે-સાથે અનેક પ્રકારના ઉપાયોનો પણ સહારો લેતો હોય છે. પણ ઘણીવાર ભરપૂર મહેનત કર્યા બાદ પણ અનુકૂળ પરિણામ નથી મળતું. કિસ્મત બદલવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. રાશિના અનુસાર સિક્કો રાખવાથી ભાગ્ય સુધરે છે.
મેષ- આ રાશિના લોકોએ પોતાની પાસે તાંબાનો સિક્કો રાખવો શુભ હોય છે. તેને મંગળવારના દિવસે લાલ દોરામાં ધારણ પણ કરી શકાય છે. તેનાથી સ્વાસ્થ્ય સારૂ રહેશે, ગુસ્સા પર નિયંત્રણ રહેશે અને ધનની કમી નહીં થાય.
વૃષભ- ચાંદી કે જસ્તાનો (zinc coin) પોતાની પાસે રાખો. સિક્કાને ગુલાબી કાગળ કે કપડામાં વાળીને ધનના સ્થાન પર રાખો. તેનાથી ધન સાથે સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે. સાથે જ દેવાનો બોઝ પણ હળવો થશે.
મિથુન- આ રાશિના લોકોએ કાંસાનો સિક્કો રાખવો શુભ હોય છે. તેનાથી કરિયરમાં પ્રગતિ થાય છે. સાથે જ ધનની બચત પણ થાય છે.
કર્ક- કર્ક રાશિના જાતકોને ચાંદીનો સિક્કો રાખવો શુભ હોય છે. તેનાથી સ્વાસ્થ્ય સારૂ રહેશે. સાથે જ અનાવશ્યક તણાવમાંથી પણ છૂટકારો મળશે.
સિંહ- આ રાશિના જાતકોને પૂજા સ્થાન પર પીતળનો સિક્કો રાખવો અત્યંત શુભ હોય છે. તેનાથી જીવનની પરેશાનીઓમાંથી છૂટકારો મળશે. તદ્દપરાંત વૈવાહિક જીવનમાં પણ ખુશહાલી આવશે.
કન્યા- કન્યા રાશિવાળા ધનના સ્થાન પર ચાંદીનો સિક્કો રાખો. તદ્દપરાંત સોના કે પીતળનો સિક્કો પોતાના પર્સમાં રાખો. તેનાથી નોકરીમાં આવી રહેલી બાધાઓ ખતમ થશે. સાથે જ ધનની સમસ્યામાંથી છૂટકારો મળશે.
તુલા- ચાંદીનો સિક્કો હંમેશા પોતાની પાસે રાખવો શુભ સાબિત થશે. તેનાથી ખર્ચ પર નિયંત્રણ રહેશે. સાથે જ વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.
વૃશ્વિક- તાંબાનો સિક્કો લાલ દોરામાં પરોવીને ધારણ કરવો શુભ રહેશે. તેનાથી ફેમિલી લાઈફ સારી થશે. સાથે જ સંતાનની સમસ્યા દૂર થશે અને ઝડપથી પોતાનું સ્થાન હાંસલ કરશો.
ધન- સોના કે પીતળનો સિક્કો રાખવો શુભ રહેશે. તેનાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સાથે જ આર્થિક મજબૂતી પણ મળશે. તદ્દપરાંત તમારો સ્વભાવ પણ સારો રહેશે.
મકર- પર્સમાં હંમેશા લોખંડનો સિક્કો રાખો. તદ્દપરાંત એક લોખંડનો સિક્કો ઘરના મેન ગેટ પર લટકાવી દો. આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થશે.
કુંભ- આ રાશિના લોકો વિશેષ રીતે બે રૂપિયાનો સિક્કો પોતાના પર્સમાં રાખે. આ સિક્કાને ખર્ચ ન કરો. આવું કરવાથી પ્રગતિ થવા લાગશે.
મીન- એક પીતળ કે સોનાનો સિક્કો પીળા કાગળમાં લપેટીને પર્સમાં કે પૂજા સ્થાન પર રાખો. આવું કરવાથી ખોટાખર્ચ પર નિયંત્રણ રહેશે. સાથે જ ક્રોધ ઓછો થશે.