ગુજરાતમાં 82 વંદે ગુજરાત વિકાસ રથનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં 2500થી વધુ કાર્યક્રમો 8 મહાનગર પાલિકાઓ તેમજ 33 જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય સ્તરે પહોંચશે. 25000થી વધુ નવા વિકાસકાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. વંદે ગુજરાત વિકાસના માધ્યમથી ગુજરાત શુસાસનનાં 20 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે.
ગુજરાતમાં વિકાસનો એક અનેરો ઉત્સવ રાજ્યવ્યાપી શરૂ થયો ત્યારે તાલુકા વ્યાપી વંદે ગુજરાત વિકાસયાત્રા વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં પહોંચી હતી. શુસાસનનાં 20 વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિવિધ યોજનાઓ અને સેવાઓનાં લાભોનું વિતરણ કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષમાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે સાધેલ વિકાસને જન-જન સમક્ષ ઉજાગર કરી અનેક નવા વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય,પૂર્વ ધારાસભ્ય, પી.આઇ. પટેલ શહેર ભાજપ સંગઠન પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ,ચીફ ઓફિસર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ : ભરતસિંહ પરમાર,વિજાપુર