વિજાપુરના સાંકાપુરામાં વૃક્ષારોપણ તેમજ ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. સાંકાપુરા ગામમાં કોઈ દીકરી કે દીકરાનો જન્મ થાય કે પરણીને આવેલ વર વધુ વૃક્ષારોપણ કરી વૃક્ષો નું જતન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ૪૫૦ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનો દ્વારા ન્યૂ ઇન્ડિયા ના સંકલ્પ સાથે ભાજપમાં જોડાવવા મોબાઈલ મિસ કોલ મારી ભાજપ સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવ્યા હતા. ધારાસભ્ય સહિત ગામના આગેવાનો તેમજ ગ્રામજનો સાથે રહીને વૃક્ષારોપણ તેમજ સદસ્યતા અભિયાન કાર્યક્રમ જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા લોકોને એક મહત્વનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
એક નવી પહેલ કરવામાં આવી છે. જેમાં દીકરા કે દીકરીનો જન્મ થાય કે ગામમાં કોઈ વર વધુના લગ્ન થાય તો વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
Advertisement
રિપોર્ટર..ભરતસિંહ પરમાર,વિજાપુર
Advertisement