વિજાપુરના લાડોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ફલુ ગામમાં પંચાલના બંધ મકાનની નજીક ઈંગ્લીશ દારૂ નું વેચાણ થઈ રહેલ છે. જે બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરતાં બંધ મકાન નજીક બાથરૂમ પાસે કંતાનના થેલામાંથી 24 બોટલ બીયર તેમજ 40 બોટલ ઇંગ્લિશ દારૂ મળી કુલ 64 બોટલ દારૂ અને બીયરની બોટલ મળી આવી હતી. જ્યારે દારૂ વેચનાર આરોપી ધર્મેન્દ્રસિંહ પોલીસ પકડથી દૂર છે જેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી લાડોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિજાપુર લાડોલ તેમજ વસઈ પોલીસ સ્ટેશન આસપાસના કેટલાય વિસ્તારોમાં ખુલ્લે આમ ઈંગ્લીશ દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. પરંતુ પોલીસ કેમ દારૂના વેપારીઓને છાવરતી આવે છે. જેના પગલે લોકોમાં ભારે આક્રોશ છે.
Advertisement
Advertisement