ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ચોમાસુ હજુ મહારાષ્ટ્ર પહોંચ્યું છે જોકે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે મોડી સાંજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડી સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી, નવા વાડજ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. છેલ્લા દોઢ મહિનાથી આગઝરતી ગરમી અને લૂ વચ્ચે અમદવાદવાસીઓને રાહત મળી છે.
Advertisement
Advertisement