સાવલીની સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે કોમી શોહાર્દ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આગામી 25 તારીખે યોજાનાર હોય સાવલી પોલીસ મથકના સિનિયર પીએસઆઇની અધ્યક્ષતામાં મેડિકલ સુપ્રીટેન્ડ સહિત બ્લડબેન્કના પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પીએસઆઇએ સાવલી નગર તેમજ તાબાવિસ્તારના નાગરિકોને આ મેગા બ્લડડોનેશન કેમ્પ માં સહભાગી થઈ સફળ બનાવવા અપીલ કરી
વડોદરા જિલ્લાના સાવલીમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સુરક્ષા સેતુ દ્વારા આગામી તારીખ 25 જુનના રોજ શનિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દૂ મુસ્લિમ સમુદાયમાં સામાજિક એકતા અને સદભાવના માટે એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે આ મેગા બ્લડડૉનેશન કેમ્પમાં સહભાગી થઈ સફળ બનાવવા અપીલ કરવામાં હતી. નાતજાતના ભેદભાવ વગર સગર્ભા મહિલાઓ હિમોફેલિયા, માર્ગઅકસ્માત માં ગમભીર ઇજા થયેલ દર્દીઓના નવજીવન માટે ઉપયોગી સાબિત થશે. આ મેગા બ્લડડોનેશન કેમ્પ માં સાવલી ધારાસભ્ય, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક , નાયબપોલીસ અધિક્ષક, સાવલી નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી સહિત હિન્દૂ મુસ્લિમ કોમના ધાર્મિક વડાઓ સંતો મહંતો મૌલવીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.