ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાત પોલીસ વિભાગમાં ઘણા અધિકારીઓની બદલી થઈ રહી છે. હવે ગુજરાત પોલીસના DGP આશિષ ભાટિયાએ એક સાથે 55 PIની બદલીના આદેશ આપ્યા છે. આ બદલી કરાયેલા પોલીસ ઇન્સ્પેકટરોમાં રાજકોટના 4 PI પણ સામેલ છે, જેમાં 3 શહેરના અને 1 ગ્રામ્યના PI સામેલ છે.
PI કે.એ.વાળાની બદલી મોરબીમાં કરવામાં આવી છે, તો PI એ.એસ. ચાવડાની ગીર સોમનાથમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્યના PI એસ.એમ.જાડેજાની બદલી સુરેન્દ્રનગરમાં થઈ છે, તો જે. એમ .વાઘેલાની CDOમાં બદલી કરવામાં આવી છે. અમરેલીના PI એલ.કે.જેઠવાની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.
વહીવટી કારણોસર DGP આશિષ ભાટિયાએ આ બદલીના આદેશ આપ્યા છે.
Advertisement
જુઓ કોની બદલી ક્યાં થઈ તેની આખી યાદી
Advertisement
Advertisement