ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા સંક્રમણને અંકુશમાં લેવા માટે હવે તંત્ર હરકતમાં આવ્યું છે.
તો બીજીબાજુ એવિએશન રેગ્યુલેટર DGCAએ હવાઈ મુસાફરી દરમિયાન યાત્રીકોને ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ કર્યો છે, સાથે જ એરપોર્ટ પર પણ માસ્ક ફરજીયાતપણે પહેરવાનું રહેશે. ત્યારે વડોદરામાં વધતા જતા કોરોનાના સંક્રમણના પગલે . પ્રાથમિક તબક્કે વડોદરા એરપોર્ટ પર ફેશ માસ્ક ફરજિયાત કરાયું છે.
વડોદરા એરપોર્ટ, ઓથોરિટી દ્વારા સીઆઇએસએફ અને એરલાઇન્સ સ્ટાફને નિર્દેશ જારી કર્યા છે કે ફેશ માસ્ક વગર મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.
જે મુસાફર પાસે ફેસ માસ્ક ના હોય તેમને ઓથોરિટી તરફથી પ્રોવાઇડ પણ કરવામાં આવશે. અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ,એવિએશન રેગ્યુલેટર ડી.જી.સી.એ. એ એરપોર્ટ અને હવાઈ મુસાફરીમાં માસ્કન પહેરનારાઓ સામે પોતાનું વલણ કડક બનાવ્યું છે.