जन मन INDIA
slider news અમદાવાદ ગુજરાત મધ્ય

ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજના MD ડૉક્ટર મનિષાબેન ચૌહાણે કર્યો આપઘાત

ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજના MD તરીકે ફરજ બજાવતા ડૉક્ટરે અગમ્યકારણોસર પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. આ બનાવ અંગે માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, અડાલજ આવેલા અદાણી શાંતિગ્રામમાં રહેતા ડૉક્ટર મનીષા નિલેશભાઈ ચૌહાણે આજે વહેલી સવારે બાથરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ કયા કારણોસર તેમણે આપઘાત કર્યો એ હજી સુધી જાણવા મળી શક્યું નથી.

મૃતક મનીષાબેનના પતિ નિલેશભાઈ ચૌહાણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તો મૃતક મનીષાબેન અમદાવાદના ચામુંડા બ્રીજ પાસે આવેલ ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં MD તરીકે ફરજ બજાવતા હતા. ડૉક્ટર દંપત્તીને સંતાનમાં એક સાત વર્ષની બાળકી પણ છે.

આ બન્ને ડૉક્ટર દંપત્તી વચ્ચે ગતરાત્રી ઔપચારિક વાતચીત થઈ હતી અને પરિવારજનો સૂઈ ગયા હતા. જ્યારે સવારે ઘરના લોકો ઉઠ્યા ત્યારે બાથરૂમમાં આત્મહત્યા કરાયેલી હાલતમાં મનીષાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો ખુબ જ વધ્યા છે.

Related posts

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

કોરોના સંકટઃ રાજકોટના જેતપુરમાં આજથી 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય

malay kotecha

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

Leave a Comment