જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકા કચેરીમાં સફાઈ કામદાર મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સતત બે મહિનાથી સફાઈ કર્મચારીઓના પગાર બાકી છે અને આ સતત ત્રીજો મહિનો ચાલુ થવા છતાં પણ પગાર નહીં મળતા સફાઈ કર્મચારી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પગાર ન મળતા રોષે ભરાયેલ સફાઈ કામદાર મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. આજના સમયમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય પરિવારોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે.
એવી સ્થિતિમાં નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા સફાઈ કામદારોને સમયસર પગાર ન ચુકવવામાં આવતા તેમને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. બીજીબાજુ માંગરોળ નગરપાલિકામાં અંદરો અંદર ચાલી રહેલ વિવાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Advertisement
Advertisement