जन मन INDIA
slider news શિક્ષણ

આજના જ દિવસે મંગલ પાંડેએ આપી હતી પોતાના પ્રાણોની આહુતી, જાણો 8 એપ્રિલનો ઈતિહાસ

આજનો દિવસ ભારતીય ઇતિહાસમાં તેમ જ વિશ્વના ઇતિહાસમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દેશમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈની પહેલી હુંકાર ભરનાર સિપાહી મંગલ પાંડેએ 8 એપ્રિલ 1857ના રોજ પોતાના પ્રાણોની આહુતી આપી હતી.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની 34મી બંગાળ ઇન્ફેન્ટ્રીના જવાન મંગલ પાંડેને આજના દિવસે ફાંસીની સજા આપવામાં આવી હતી.

ભારતના ઈતિહાસમાં આજનો દિવસ

મંગલ પાંડે ઉપરાંત ભારતીય ઇતિહાસમાં સ્વતંત્રતાની લડતમાં પોતાનું યોગદાન આપનારા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીમાં સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા.

જો કે, આ બોમ્બબાજીનો મુખ્ય ઉદ્દેશ કોઈને ઇજા પહોંચાડવાનો ન હતો. જ્યારે, આજના જ દિવસે વર્ષ 1894માં, રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયાનું અવસાન થયું.

વિશ્વના ઈતિહાસમાં આજનો દિવસ

વિશ્વ સ્તરની વાત કરીએ આજના જ દિવસે બ્રિટનના પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરનું અવસાન થયું હતું. તેઓ 20મી સદીમાં ત્રણ વખત બ્રિટનના વડા પ્રધાન રહ્યા હતા.

તેમનું 8 એપ્રિલ 2013ના રોજ લંડનમાં અવસાન થયું હતું. તદ્દ ઉપરાંત, સ્પેનિશના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું પણ વર્ષ 1973માં આજના દિવસે નિધન થયું હતું.

જ્યારે 1950માં, આજના જ દિવસે ભારત અને પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના અધિકારોને સુરક્ષિત રાખવા માટે લિયાકત-નેહરુ કરાર થયો હતો. તેને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના યુદ્ધને અટકાવવાના હેતુથી પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત 8 એપ્રિલ 1914માં, યુનાઇટેડ સ્ટેટ્સ અને કોલમ્બિયા વચ્ચે પનામા કેનાલ અંગે સંધિ પર હસ્તાક્ષર થયા હતા.

Related posts

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

Leave a Comment