Watermelon Juice Recipe: હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઋતુ પ્રમાણે શરીરની માંગ બદલાતી રહે છે. શિયાળાની ઋતુમાં શરીર ગરમ વસ્તુઓની માંગ કરે છે, જ્યારે ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન સંતુલિત રાખવા માટે ઠંડી અને પાણીયુક્ત વસ્તુઓની જરુર પડે છે. આ જ કારણ છે કે નિષ્ણાંતો ઉનાળામાં વધુને વધુ પ્રવાહી લેવાની ભલામણ કરે છે. આ ઋતુમાં તરબૂચનો જ્યુસ તમારા માટે વરદાનરુપ સાબિત થઈ શકે છે. તરબૂતમાં 92 ટકા પાણી હોય છે. તેમજ તે ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. આજે અમે તમારા માટે રિફ્રેશિંગ વોટરમેલન જ્યુસની રેસીપી લઈને આવ્યા છીએ. જેના દ્વારા તમે ઘરે જ હોટલ જેવો જ્યુસ બનાવી શકો છો.
સામગ્રી
– તરબૂચના ક્યુબ્સ 5 કપ
– 3 ચમચી લીંબુનો રસ
– 2 ચપટી કાળા મરી
– અડધો ઇંચ આદુનો ટુકડો
– 10 ફુદીનાના પાન
બનાવવાની રીત
સૌથી પહેલા તરબૂચને સારી રીતે ધોઈ લો. હવે તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો. પછી તેને વચ્ચેથી કાપીને અલગથી પીસી લો. હવે જો શક્ય હોય તો તેના બધા બીજ કાઢી લો. હવે તેને બ્લેન્ડરમાં નાખો અને જો તે મીઠું ન હોય તો તેમાં ખાંડ ઉમેરીને બ્લેન્ડ કરો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને બ્લેન્ડ કરો. તમારો જ્યુસ તૈયાર છે. આ જ્યુસને ઠંડો પીરસો. અથવા તેમાં બરફના ટુકડા ઉમેરો અને ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.