દેશના કેટલાય રાજ્યોમાં ગરમીનો પારો વધવાથી લોકો મોટા ભાગે નદીઓ અને તળાવો પર ન્હાવા જતાં હોય છે. જ્યાં નદીમાં ન્હાવાથી ઘણી વાર મોટી દુર્ઘટના પણ ઘટી જતી હોય છે.
ત્યારે તમિલનાડુના કુડ્ડુલોરમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી. કુડ્ડુલોરમાં કેડિલમ નદીમાં ન્હાવા ગયેલી 6 કિશોરી અને એક મહિલાનું ડૂબી જતા કમકમાટીભર્યું મૃત્યું નિપજ્યું હતું. ડેમના ઉંડા ભાગમાં નહાવા ગયેલી મહિલા અને કિશોરીઓ ડૂબી જતા મૃત્યુને ભેટતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો તેમજ ફાયરબ્રિગેડની ટીમ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજીબાજુ તમિલનાડૂના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઘટના પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દિકરીઓના પરિવારને 5-5 લાખ રૂપિયા રાહત આપવાની જાહેરાત કરી હતી.
Advertisement
Advertisement