जन मन INDIA
slider news ભારત

કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં માત્ર 3 દિવસનો વેક્સિનનો સ્ટોક, આંધ્રએ પણ માંગ્યા 1 કરોડ ડોઝ

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે એક મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના મંત્રીનું કહેવું છે કે, તેમને શંકા છે કે રાજ્યમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે, જેના કારણે આટલા બધા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

સરકારે આ માટે કેટલાક નમૂના તપાસ માટે મોકલ્યા છે. એટલું જ નહીં, રાજ્યના આરોગ્ય મંત્રીએ ચેતવણી આપી છે કે, તેમની પાસે રસીનો માત્ર ત્રણ દિવસનો જ સ્ટોક બચ્યો છે, આવી સ્થિતિમાં રસીની સપ્લાય ઝડપથી થવી જોઈએ. મહારાષ્ટ્ર પછી આંધ્રપ્રદેશે પણ રસીની ડિમાન્ડ કરી છે.

રસીકરણ અંગે પણ રાજેશ ટોપે કહ્યું કે, ઘણા રસીકરણ કેન્દ્રોમાં ઉચિત માત્રામાં ડોઝ નથી, તેથી લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે 20-40 વર્ષની ઉંમરના લોકોને પણ રસી ડોઝ આપવો જોઈએ.

મંત્રીના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં હાલમાં 14 લાખ રસીના ડોઝ છે, જે આગામી ત્રણ દિવસમાં સમાપ્ત થઈ જશે. તમણે જણાવ્યું છે કે, અમે દર અઠવાડિયે 40 લાખ રસીના ડોઝની માંગ કરી છે. અમે એવું નથી કહીં રહ્યા કે કેન્દ્ર રસી આપી રહ્યું નથી, પરંતુ આપવાની ગતિ ખૂબ ધીમી છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર રસી લગાવવા મામલે સૌથી આગળ છે. અહીં અત્યાર સુધીમાં 85 લાખથી વધુ લોકોને કોરોના રસી અપાઈ ચૂકી છે, જે દેશમાં સૌથી વધુ છે. અહીં દરરોજ સરેરાશ 4 લાખથી વધુ ડોઝ લાગી રહ્યા છે.

આંધ્રપ્રદેશે પણ કરી માંગ

મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશ પણ રસીની માંગણી કરી છે. આંધ્રપ્રદેશે તાત્કાલિક અસરથી કેન્દ્ર પાસે એક કરોડ ડોઝની માંગ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, તેમની પાસે 3.7 લાખ ડોઝ છે, તેઓ દરરોજ 1.3 લાખ ડોઝ લગાવી રહ્યા છે.

Related posts

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

Leave a Comment