Stambheshwar Mahadev Mandir Vadodara: શ્રાવણ મહિના (Sawan Month)માં શિવ મંદિરોના દર્શન કરવા, પ્રમુખ તીર્થોમાં જવું ખૂબ જ ફળદાયી હોય છે. માટે શ્રાવણ મહિનામાં દેશના પ્રમુખ શિવ મંદિરો (Shiv Mandir)માં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે.
તેમાંથી ઘણા મંદિર પ્રાચીન છે અને તેની સાથે જોડાયેલા રહસ્યોના કારણે દુનિયાભરના લોકો તેમના દર્શન કરવા માટે આવે છે. ગુજરાતના વડોદરામાં એક એવું જ વિશ્વવિખ્યાત મંદિર (World Famous Temple) છે, જે દરરોજ ગાયબ થઈ જાય છે અને ફરીથી દેખાવા લાગે છે. આ રોમાન્ચક ઘટનાને જોવા માટે રોજ અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.
દરિયામાં સ્થિત છે આ શિવ મંદિર
ભગવાન શિવનું આ પ્રખ્યાત મંદિર સ્તંભેશ્વર મહાદેવ મંદિર દરિયામાં સ્થિત છે. માન્યતા છે કે આ મંદિરને શિવજીના પુત્ર કાર્તિકેયે સ્થાપિત કર્યું હતું. દરિયાની અંદર રહેલું આ મંદિર દિવસમાં 2 વાર પાણીમાં ડૂબી જાય છે અને પછી ફરીથી દેખાવા લાગે છે. હકીકતમાં રોજ આ દરિયામાં જળસ્તર એટલું વધી જાય છે કે મંદિર ડૂબી જાય છે અને ફરી જળસ્તર ઘટવા પર મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ ઘટના રોજ સવારે અને સાંજે થાય છે.
સમુદ્ર કરે છે શિવજીનો અભિષેક
શિવ મંદિરના દરિયામાં ડૂબવા અને ફરીથી દેખાવાની આ ઘટનાને શ્રદ્ધાળુ દરિયા દ્વારા શિવજીનો અભિષેક કરવાનું કહે છે. જ્યારે સમુદ્રનું જળસ્તર વધવાનું શરૂ થાય છે, તે સમયે થોડીકવાર માટે મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ રોકી દેવામાં આવે છે.
સ્કંદ પુરાણ તેમજ શિવ પુરાણની રૂદ્ર સંહિતામાં સ્તંભેશ્વર તીર્થને લઈને કહેવામાં આવ્યું છે કે રાક્ષસ તાડકાસુરે કઠોર તપસ્યા કરીને શિવજી પાસેથી વરદાન લીધું હતું કે તેનો વધ ફક્ત શિવજીના પુત્ર જ કરી શકે છે. ત્યાર બાદ તાડકાસુરના ઉત્પાદથી લોકોને મુક્તિ અપાવવા માટે ફક્ત 6 દિવસના કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો.
ત્યાર બાદ જે સ્થાન પર રાક્ષસનો વધ કર્યો હતો ત્યાં જ શિવ મંદિર બનાવવામાં આવ્યું. જણાવી દઈએ કે આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલા જ થઈ છે.