મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અહીં 28 નવેમ્બરે મતદાન કરવામાં આવ્યુ હતુ. રાજ્યામાં 75.05 % વોટિંગ થયું હતુ. રાજ્યની કુલ 230 વિધાનસભા સીટો પર મતદાન થયું હતુ.
અત્યાર સુધીના વલણોમાં બીજેપી અને કોંગ્રેસમાં કડી ટક્કર જોવા મળી રહી છે. કોઈ પણ પાર્ટીને બહૂમત મળતી જોવા મળી રહી નથી. એવામાં અન્ય અહીં સરકાર બનાવવામાં અહેમ ભૂમિકા નિભાવી શકે છે. જણાવી દઈએ કે અન્ય 10 સીટો પર આગળ ચાલી રહ્યું છે. અન્યમાં બીએસપી, સપા અને નિર્દલીય ધારાસભ્યો છે.
એક્ઝિટ પોલમાં સત્તા પરિવર્તન તરફ ઈશારો
એક્ઝિટ પોલના મોટાભાગના પરિણામ સત્તા પરિવર્તન તરફ ઈસારો કરી રહ્યા છે. જો કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાને સૌથી મોટા સર્વેયર જણાવતા ચોથી વખત જીતના દાવેદાર કહી રહ્યા છે. હવે સવાલ એ છે કે બીજેપી ઈતિહાસ રચતા ચોથી વખત શિવરાજ સિંહના નેતૃત્વમાં સત્તામાં વાપસી કરશે? કે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથની જોડી કોંગ્રેસની મધ્ય પ્રદેશમાં વાપસી કરાવશે.