जन मन INDIA
slider news ભારત

મધ્યપ્રદેશ-છત્તીસગઢ વચ્ચે 15 એપ્રિલ સુધી બસ સેવા સ્થગિત, છત્તીસગઢમાં કોવિડ-19ના વધતા કેસને લઈને મધ્યપ્રદેશ સરકારનો નિર્ણય

ભોપાલ: મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પાડોસી રાજ્ય છત્તીસગઢમાં કોરોનાના વધતા કેસને જોતા બુધવારે છત્તીસગઢ સાથેની બસ સેવાને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશ પરિવહન વિભાગ દ્વારા તેના સંબંધિત એક આદેશ આપવામાં આવ્યો છે. રવિવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે પ્રદેશ સરકાર કોરોના સંક્રમણને ઘટાડવા માટે છત્તીસગઢના લોકોની અવરજવર પર રોક લગાવશે.

પરિવહન વિભાગ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વચ્ચે મુસાફર બસોની અવરજવર 7થી 15 એપ્રિલ સુધી સ્થગિત રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોના હિતમાં લેવામાં આવ્યો છે. આ પહેલા મધ્યપ્રદેશ સરકાર, મહારાષ્ટ્રની સરહદોને બંધ કરી ચુકી છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં કોરોના સંક્રમણના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે.

છત્તીસગઢમાં મંગળવારના રોજ એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 9,921 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ છત્તીસગઢમાં સંક્રમણના 3,68,269 કેસ નોંધાયા છે. કોરોનના કારણે મંગળવારના રોજ 53 લોકોના મૃત્યુ સાથે છત્તીસગઢમાં આ મહામારીથી મૃત્યુની સંખ્યા વધીને 4,416 થઇ ગઈ છે. વળી મધ્યપ્રદેશમાં મંગળવારે સંક્રમણના 3,722 નવા કેસ સામે આવ્યા અને 18 લોકોના મૃત્યુ થયા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુની સંખ્યા વધીને 4,073 થઇ ગઈ છે જ્યારે સંક્રમિતોની સંખ્યા વધીને 3,13,971 થઇ ગઈ છે.

Related posts

ઇન્ડોનેશિયાઃ ભૂકંપથી જાવામાં 7 લોકોના મૃત્યુ, અનેક મકાનો અને ઇમારતોને નુકસાન

malay kotecha

શું તમે વધતા વજનથી પરેશાન છો, તો ફોલો કરો આ ટિપ્સ

ravi chaudhari

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

Leave a Comment