Looop Lapeta: હસીન દિલરૂબા અને રશ્મિ રોકેટની સફળતા પછી અભિનેત્રી તાપસી પન્નુ 2022ની પ્રથમ રિલીઝ માટે તૈયારી કરી રહી છે. તાહિર રાજ ભસીન અને તાપસી પન્નુની આ ફિલ્મનું નામ ‘લૂપ લપેટા’ છે. આકાશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની સત્તાવાર બોલિવૂડ રિમેક છે. તાપસી દ્વારા તેની ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરાયા બાદ ‘લૂપ લપેટા’એ હેડલાઇન્સ બનાવી હતી. તમને જણાવી દઈએ કે, લૂપ લેપેટા આ વર્ષે 4 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 13 જાન્યુઆરીએ રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર ટ્રેલર રિલીઝ કરતાં નેટફ્લિક્સે લખ્યું કે, “50 લાખ, 50 મિનિટ. શું તમે સમય સાથે રેસ જીતી શકશો? કે હારી જશો બધું? #LoopalPeta, સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઈન્ડિયા ફીચર અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન, સ્ટારિંગ તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન. #આકાશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત, 4 ફેબ્રુઆરીએ આવી રહી છે, ફક્ત નેટફ્લિક્સ પર.”
50 lakh, 50 minute. Kya waqt se race jeet paenge? Ya haar jaenge sab kuch? #LooopLapeta, a Sony Pictures Films India Feature and Ellipsis Entertainment Production, starring @taapsee @TahirRajBhasin directed by #AakashBhatia, arrives on 4th Feb, only on Netflix. pic.twitter.com/BDYvEwyZsf
— Netflix India (@NetflixIndia) January 13, 2022
આ પહેલા અભિનેત્રી તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તાહિર સાથે ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતી વખતે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ફિલ્મનું ટ્રેલર 13 જાન્યુઆરીએ રિલીઝ થશે.
આ દરમિયાન તાપસીએ ‘લૂપ લેપેટા’ વિશે ખુલીને વાત કરી હતી અને તેને એક વિચિત્ર કોમેડી ગણાવી હતી. તેણીએ કહ્યું, “લૂપ લેપેટા” ફિલ્મ એ ભારતીય સિનેમામાં અત્યાર સુધી જોવાયેલી સૌથી વિચિત્ર કોમેડીમાંથી એક છે. ‘લૂપ લેપેટા’ નેટફ્લિક્સ પર આવી રહી છે તે આનંદની વાત છે કારણ કે હું ઈચ્છું છું કે દર્શકો (OTT) તેને જુએ.