17મી લોકસભા ચૂંટણીનું બિગુલ વાગી ચુક્યુ છે. નેતાઓના ભાષણ, રેલિઓ અને ચૂંટણી લક્ષી પ્રવાસ શરૂ થઈ ગયા છે. સાથે-સાથે સામાન્ય જનતા પણ સંપૂર્ણ રીતી ચૂંટણીના મૂડમાં આવી ચુકી છે. પરંતુ શું તમે જાણો છો કે આ પહેલા થયેલી સામાન્ય ચૂંટણી કેવી રીતે થઈ હતી, કેટલા દિવસોમાં થઈ અને કેટલી પાર્ટીઓએ તેમાં પોતાની કિસ્મત અજમાવી હતી..આવો જાણીએ ભારતીય લોકતંત્રને મજબૂત કરનારી લોકસભા ચૂંટણીના આ શ્રેષ્ઠ પડાવો વિશે……
1951-52
પહેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામના સુપડા સાફ કરી દીધા હતા, તેમ છત્તા તેની સીટો અને મત ટકાવારી પ્રમાણે વામપંથી અને સોશિયાલિસ્ટ પાર્ટીએ નિરાશ ન કર્યા. જયપ્રકાશ નારાયણ અને આચાર્ય નરેન્દ્ર દેવના નેતૃત્વ વાળી સોશિયાલિસ્ટ પાર્ટીએ 12 સીટો પ્રાપ્ત કરી. જેબી કૃપલાનીના નેતૃત્વવાળી ખેડૂત મજૂર પ્રજા પાર્ટીને 9 સીટો મળી. 16 સીટ જીતીને સીપીઆઈ બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. શ્યામા પ્રસાદ મુખર્જીની જનસંઘ પાર્ટીને ફક્ત ત્રણ સીટો મળી હતી.
1957
કોંગ્રેસે ચૂંટણીમાં મોટા અંતરેથી જીત પ્રાપ્ત કરી. સીપીઆઈએ 27 સીટો પર કબજો જમાવ્યો. સોશિયલિસ્ટ પાર્ટી અને ખેડૂત મજૂર પ્રજા પાર્ટીના વિલયથી બનેલી પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીએ 19 સીટો જીતી. જનસંઘને ચાર અને બીઆરી આંબેડકરની રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાએ 6 સીટો પ્રાપ્ત કરી.
1962
ત્રીજી સામાન્ય ચૂંટણીએ પેહેલાના 2 પરિણામોને દોહરાવ્યા. પરંતુ સ્થાપિત રાજનીતિક જૂથોમાં અંદરો અંદર મતભેદ વધારે સ્પષ્ટ થવા લાગ્યા. રામમનોહર લોહિયાને પીએસપી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા અને તેમના સમર્થકો ફરીથી બનેલી સોશિયલિસ્ટ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. આ પ્રકારે, કોંગ્રેસના દક્ષિણપંથી જૂથ, મુક્ત વેપારની વકાલત કરીને સ્વતંત્રતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા.
1967
નેહરુના નિધન બાદ થયેલી ચોથી સામાન્ય ચૂંટણીમાં એક વાર ફરીથી કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી, પરંતુ પહેલીવાર તેણે બે-તૃતિયાંશ મત પ્રાપ્ત ન કર્યા. જ્યાં સ્વતંત્ર પાર્ટી અને જનસંઘે 79 સીટો પર કબજો જમાવ્યો. જ્યારે લેફ્ટ અને સોશિયલિસ્ટે 83 સીટો પ્રાપ્ત કરી. જ્યારે સ્થાનીક પાર્ટીઓ ડીએમકે અને અકાલી દળે 28 સીટો જીતી. પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી ત્યારે અલગ થઈ ગઈ જ્યારે જૉર્જ ફર્નાન્ડિસ અને અન્ય સંયુક્ત પાર્ટી બનાવવા માટે અલગ થઈ ગયા.
1971
આ ચૂંટણીમાં ઈંદિરા ગાંધીએ શાનદાર જીત પ્રાપ્ત કરી. ઈંદિરાને 1969માં કોંગ્રેસમાંથી કાઢીનાખવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના સાંસદો તેમની સાથે હતા. ચૂંટણી કમિશને તેમના દ્વારા બનાવવામાં આવેલી કોંગ્રેસ (R)ને માન્યતા આપી અને ગરીબી હટાઓ નારાએ તેમને ભારે વિજય અપાવ્યો. જ્યારે સ્વતંત્ર પાર્ટી ઘટીને આઠ સીટો પર સીમિત રહી ગઈ.
1977
1975માં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સીનો પ્રભાવ આ ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળ્યો. કોંગ્રેસ વિરોધી પાર્ટીઓએ મળીને જનતા પાર્ટીની સ્થાપના કરી અને ચરણ સિંહના નેતૃત્વ વાળા ભારતીય લોક દળના ચિહ્ન સાથે ચૂંટણી લડી અને પહેલી વાર દેશમાં બીન કોંગ્રેસી સરકાર બની. મોરારજી દેસાઈને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા.
1980
ઘણી પાર્ટીઓના વિલયથી બનેલી જનતા પાર્ટીમાં ફુટ પડી ગઈ. 1979માં સરકાર ભાંગી પડી. મોરારજી દેસાઈએ રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો અને ઈંદિરા ગાંધી એક વાર ફરીથી ભારે મતોથી વિજયી થયા અને દેશના પ્રધાનમંત્રી બન્યા.
1984
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તરત ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસે 400 સીટો પર કબજો મેળવ્યો અને પચાસ ટકાથી વઘુ મતો પ્રાપ્ત કર્યા. જનસંઘમાંથી બનેલી ભાજપને ફક્ત બે સીટો પર જ સંતોષ કરવો પડ્યો હતો. આ દરમિયાન ટીડીપી વિપક્ષની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી.
1989
બોફોર્સ કૌભાંડ, પંજાબમાં આતંકવાદ અને શ્રીલંકામાં તમિલ વિદ્રોહ આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હતો. જનતા દળના રૂપમાં સમાજવાદી એક વાર ફરીથી એકજૂટ થયા અને ફક્ત 143 સીટો જ જીતી શક્યા. ભાજપ અને લેફ્ટના બાહરી સમર્થનથી વીપી સિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા. એક જ વર્ષમાં વીપી સિંહની સરકાર પડી ભાંગી અને કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર દેશના પ્રધાનમંત્રી બન્યા.
1991
બહુમત ન મળ્યા બાદ પણ કોંગ્રેસે આ ચૂંટણીમાં પીવી નરસિંહ રાવના નેતૃત્વમાં અલ્પ બહુમતની સરકાર બનાવી. રાવ દેશના પહેલા એવા પ્રધાનમંત્રી રહ્યા, જે સદનમાં બહુમત ન હોવા છત્તા પણ પાંચ વર્ષ સુધી પ્રધાનમંત્રી બની રહ્યા. પોતાના કાર્યકાળમાં તેઓએ ઘણા આર્થિક સુધાર કર્યા.
1996
આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી. રાષ્ટ્રપતિએ તેને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં આ સરકાર ફક્ત 13 દિવસ સુધી ચાલી. બીજી સૌથી મોટી પાર્ટી રહેલી કોંગ્રેસે સરકાર બનાવવાની મનાઈ ફરમાવી દીધી. પરંતુ જનતા દળને બહારથી સમર્થન આપી દીધુ. જૂન, 1996એ એચડી દેવેગૌડા પ્રધાનમંત્રી બન્યા. પરંતુ એક વર્ષ સુધી જ ટકી શક્યા. બાદમાં આઈ કે ગુજરાલે પ્રધાનમંત્રીની ખુરસી સંભાળી.
1998
ભાજપ એક વાર ફરીથી સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી, પરંતુ ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તર પર ઓછી ઉપસ્થિતિવાળી સ્થાનીક પાર્ટીઓની પણ ભૂમિકા વધી. તેઓએ 126 સીટો જીતી. વાજપેયીએ 13 દળો સાથે ગઠબંધન સરકાર બનાવી. 13 મહિના બાદ સરકાર 1 વોટથી વિશ્વાસ મત હારી ગઈ જ્યારે એઆઈડીએમકેએ પોતાનું સમર્થન પરત લઈ લીધું.
1999
આ ચૂંટણીએ સ્થિર ગઠબંધનના યુગની શરૂઆતી કરી. ભાજપ સૌથ મોટી પાર્ટી બનીને ઉભરી. જ્યારે સ્થાનીક પાર્ટીઓએ એકલપંડે 162 સીટો જીતી અને કોંગ્રેસ કરતા વધારે 29 ટકા મતો પ્રાપ્ત કર્યા. વાજપેયીના નેતૃત્વવાળી રાજગએ દેશની પહેલી ગઠબંધન સરકાર બનાવી. સરકારે પાંચ વર્ષ પુરા કર્યા.
2004
2003માં પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યોમાં સારુ પ્રદર્શન કરવા અને આર્થિક સુઘાર કરવા છત્તા ભાજપનો ઈન્ડિયા શાઈનિંગ નારો કામ ન આવ્યો. ભાજપ આ ચૂંટણી હારી ગઈ. યૂપીએ ગઠબંધન સાથે કોંગ્રેસ સત્તામાં પરત ફરી.
2009
2004માં સરકાર બનાવનારા કોંગ્રેસના નેતૃત્વવાળા યૂપીએ ગઠબંધને પોતાના પ્રમુખ સહયોગી ખોઈ દીધા. જેણે ભારત-અમેરિકા વચ્ચે થયેલા પરમાણુ કરાર બાદ પોતાનું સમર્થન પરત લઈ લીધું. નવા મત વિસ્તારની આ પહેલી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં યૂપીએને બહુમતી મળી અને મનમોહન સિંહ બીજી વાર પ્રધાનમંત્રી બન્યા.
2014
આ ચૂંઠણીમાં નરેન્દ્ર મોદીની લહેર સ્પષ્ટપણે દેખાઈ હતી. યૂપીએ-2ને ભ્રષ્ટાચાર પર ઘેરીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની 1984 બાદ પૂર્ણ બહુમતીની સરકાર બની. કોંગ્રેસ 44 સીટો પર સિમિત થઈ ગઈ. કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન હતુ.