जन मन INDIA
slider news ભારત

LOCKDOWN: છત્તીસગઢની રાજધાની રાયપુર કન્ટેનમેન્ટ ઝોન જાહેર, 9 એપ્રિલથી લાગુ થશે 10 દિવસનું લૉકડાઉન

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છત્તીસગઢમાં પણ કેસ વધી રહ્યા છે. તો હાલ રાજધાની રાયપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. કલેકટર ડો.એસ.ભારતીદાસને જિલ્લામાં 10 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ લૉકડાઉન શુક્રવાર એટલે 9 એપ્રિલ સાંજના 6 વાગ્યાથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી ચાલશે.

ડી.એમ.એ તેમના આદેશમાં જણાવ્યું છે કે, તમામ દુકાનો બંધ રહેશે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ માત્ર સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ઇ-પાસવાળા વાહનો અને એક રાજ્યથી બીજા રાજ્ય જતા લોકોને જ આપવામાં આવશે. દૂધ અને ન્યૂઝ પેપરના વિતરણનો સમય સવારે અને સાંજે નક્કી રહેશે. ઉદ્યોગો કાર્યરત રહેશે. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન જિલ્લાની સીમાઓ સંપૂર્ણ સીલ રહેશે.

ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલથી શરૂ થઈ રહી છે, પરંતુ લૉકડાઉન દરમિયાન મંદિરો પણ બંધ રહેશે. વહીવટી તંત્રએ લોકોને માસ્ક પહેરવાની અને માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ

– રાયપુર જિલ્લાની તમામ બોર્ડરો સીલ રહેશે.
– મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે, દવાઓની હોમ ડિલિવરીને પ્રાથમિકતા આપવામાં આવશે.
– પેટ્રોલ પંપ પર માત્ર સરકારી વાહન, મીડિયા કર્મી, મેડિકલ ઇમરજન્સી, અન્ય રાજ્યના વાહન, એરપોર્ટ/રેલવે સ્ટેશન જતી ગાડીઓ, ઈ-પાસ ધારકોને જ પેટ્રોલ-ડીઝલ મળશે.
– દૂધ અને પેપરના વિતરણનો સમય સવારના 6થી 8 અને સાંજના 5થી 6.30નો હશે
– એલપીજીની હોમ ડિલિવરી ચાલુ રહેશે.
– ઉદ્યોગિક સંસ્થાઓએ શ્રમિકોને કેમ્પસમાં જ રાખવાની સુવિધા બનાવવી પડશે.
– તમામ ધાર્મિક સંસ્થાન, પર્યટક સ્થળ બંદ રહેશે.
– મિલિંગ, સ્કૂલ, કોલેજ, કોચિંગ, મોલ વગેરે બંધ રહેશે.
– તમામ પ્રકારના જાહેર આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
– મીડિયાકર્મી વર્કફ્રોમ હોમનું પાલન કરશે. જો ખૂબ જરૂરી હશે તો ત બહાર નીકળવાની અનુમતિ હશે. આ દરમિયાન આઈકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.કટોકટીની સ્થિતમાં ફોર વ્હીલરમાં ત્રણ, ઓટોમાં 3, ટુ વ્હીલર પર 2 વ્યક્તિ મુસાફરી કરવાની છૂટ રહેશે. ફક્ત રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, હોસ્પિટલ આવવા જવાની મંજૂરી રહેશે.

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment