ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે બાતમીના આધારે ભેચડા ગામે દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી. આ દરોડામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ભેચડા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા. જેમાં 5 જુગારીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે 7 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં ધમેઁન્દ્ર રાજાભાઇ મકવાણા, મહેન્દ્ર દાનાભાઇ વાઘેલા, દિનેશ દેવજીભાઇ વાઘેલા ભરતસિંહ નટૂભા ઝાલા, બળદેવ ડાહ્યાભાઇ વાઘેલા હોવાનું સામે આવ્યું છે. આ જુગારીઓ પાસેથી રોકડ ૭,૮૨૦ તથા બે નંગ મોબાઇલ કિમત રુપિયા ૭૦૦૦ સહિત કુલ ૧૪,૮૨૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ તરફ જુગાર ધામ પર દરોડા દરમિયાન કેટલાક શખ્સો નાશી ગયેલ હોય જેની તપાસ કરતા નાથાભાઇ ત્રિકમભાઇ વાઘેલા, ચતુર ત્રિકમભાઇ વાઘેલા, જયેશ ટપુભાઇ મકવાણા, વિપુલ સવશીભાઇ મકવાણા, હિતેશ હમીરભાઇ વાઘેલા, હકા છગનભાઇ વાઘેલા, પ્રવિણ પુંજાભાઈ વાઘેલા સહિતનાઓ હોવાનું સામે આવ્યું છે. ફરાર થઈ ગયેલા તમામ શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી કરી નાશી છુટેલ સાત જેટલા શખ્સોને ઝડપી પાડવા પણ ચક્રો ગતિમાન કયાઁ છે.
રિપોર્ટ : સન્ની વાઘેલા, ધ્રાગંધ્રા