નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તપાસથી ભાગવાના ભાજપના આરોપ પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘સાંભળો, અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમને જે કરવુ હોય તે કરી લે. તેનાથી કોઈ ફરક નહીં પડે.’
सच्चाई को बैरिकेड नहीं किया जा सकता।
Advertisementकर लें जो करना है, मैं प्रधानमंत्री से नहीं डरता, मैं हमेशा देश हित में काम करता रहूंगा।
सुन लो और समझ लो! pic.twitter.com/akqfS8AYaS
— Rahul Gandhi (@RahulGandhi) August 4, 2022
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી-શાહ લોકશાહી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ લોકશાહીની રક્ષા માટે લડતા રહેશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ દેશની રક્ષા અને સમાજમાં સૌહાર્દ જાળવવાનું કામ કરતા રહેશે. આ સાથે તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, સરકારે જે કરવું હોય તે કરી લે.
हम नरेंद्र मोदी से नहीं डरते हैं। उनको जो करना है, कर लें- कुछ फर्क नहीं पड़ेगा।
Advertisementदेश की रक्षा करने, लोकतंत्र की रक्षा करने, देश में भाईचारे को कायम रखने का काम मैं करता रहूंगा।
हम डरते नहीं हैं : श्री @RahulGandhi pic.twitter.com/70ak49uZBY
— Congress (@INCIndia) August 4, 2022
Advertisement
હકીકતમાં, EDએ બુધવારે દિલ્હીમાં હેરાલ્ડ હાઉસની બિલ્ડિંગમાં યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. તેની પાછળનું કારણ એ જણાવવામાં આવ્યું હતું કે, સર્ચ દરમિયાન ઓફિસમાં કોઈ ઉપલબ્ધ ન હતું, જેથી તેઓ તપાસ પૂર્ણ કરી શક્યા ન હતા.
આદેશમાં જણાવાયું છે કે, એજન્સીની પૂર્વ પરવાનગી વિના પરિસર ખોલવામાં આવશે નહીં. ત્યારથી કોંગ્રેસ આ કાર્યવાહીને લઈને નારાજ છે. યંગ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ સીલ થયા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાનો કર્ણાટકનો પ્રવાસ ટુંકાવીને દિલ્લી પરત ફર્યા હતા.
भाजपाई हुकूमत की तानाशाही जारी है,
मगर जनहित के मुद्दों पर आवाज उठाना हमारी जिम्मेदारी है।।भाजपाई हुकूमत दबाव की राजनीति कर हमें डरा नहीं पाएगी, ये आवाज बुलंद रहेगी। pic.twitter.com/L1iQOCZAhp
— Congress (@INCIndia) August 4, 2022
Advertisement
મંગળવારે જ EDની ટીમે સવારથી સાંજ સુધી નેશનલ હેરાલ્ડની દિલ્લી, મુંબઈ અને કોલકાતા સહિત 16 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કર્યા બાદ EDએ આ સ્થળો પર દરોડા પાડ્યા હતા.