દેશના સૌથી મોટા LIC IPOમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુરુવારથી શેરની ફાળવણીની પ્રક્રિયા શરૂ થશે. દીપમ સચિવે IPO સબસ્ક્રાઈબ કરવાના છેલ્લા દિવસે એટલે કે 9મેના રોજ જણાવ્યું હતું કે, IPO હેઠળ શેરની ફાળવણી 12મેના રોજ થશે અને લિસ્ટિંગ 17મેના રોજ થશે.
તમને જણાવી દઈએ કે, LICના IPOને લઈને રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ હતો. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ઈશ્યૂ ત્રણ ગણા સુધી સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતા. આ દરમિયાન પોલિસી ધારકોના શેરને સબસિડી કરતા 6 ઘણી વધુ રકમ મળી હતી.
પરંતુ હાલ, ગ્રે માર્કેટમાં પ્રીમિયમની વાત કરવામાં આવે તો તે નકારાત્મક છે. આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં IPOનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થાય તેવી શક્યતા છે. ગ્રે માર્કેટમાં LICની ઈશ્યું કિંમત 949 રૂપિયા પ્રતિ શેરથી 20 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ પર છે.
આ રીતે ચકાશી શકો છે સ્ટેટસ
બિડર્સ તેના ઘરેથી સરળતાથી શેર ફાળવણીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. આ સુવિધા બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEની સત્તાવાર વેબસાઈટ bseindia.com પર ઉપલબ્ધ છે.
- bseindia.con/investors/appli_check.aspx પર લોગિન કરો
- નવા પેજ પર LIC IPO પસંદ કરો અને IPO એપ્લિકેશન નંબર દાખલ કરો
- આ પછી પૂછવામાં આવેલી જગ્યામાં તમારી PAN વિગતો ભરો
- હવે captcha (i am not a robot) વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાર બાદ નવા પેજ પર દેખાતા સબમિટ ઓપ્શન પર ક્લિક કરો