जन मन INDIA
slider news જાણવા જેવું

કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાત્રી કર્ફ્યૂં કેવી રીતે કરે છે કામ, જાણો દરેક પાસા

દેશમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે. જેને કાબૂમાં લેવા દેશના ઘણા રાજ્યોમાં રાત્રી કર્ફ્યૂં કે આંશિક લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. ઘણા પ્રમુખ શહેરોમાં પ્રશાસને નાઈટ કર્ફ્યૂં અને વિકેન્ટ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે દરેકના મનમાં એ સવાલ ઉઠે છે કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાત્રી કર્ફ્યૂં કેવી રીતે કારગર નીવડશે ?

ત્યારે અમે તમને જણાવીશું કે રાત્રી કર્ફ્યૂંના કારણે કોરોનાને નાથવા કેવી રીતે મળી શકે છે સફળતા ?

નાઈટ લાઈફ પર લાગી જાય છે અંકુશ

દેશના તમામ મોટા શહેરોમાં નાઈટ લાઈફ ખુબ જ પ્રચલિત છે. તે જગ્યાઓ પર નાઈટ કર્ફ્યૂં લગાવવામાં આવે છે. આવા શહેરોમાં તમામ કાર્યક્રમ અને આયોજન રદ્દ કરી દેવામાં આવે છે. નાઈટ કર્ફ્યૂં લોકોને ભેગા થવા પર રોકે છે.

બસ સ્ટેશન, રેલવે સ્ટેશન બહાર ભીડ ન થાય

રાત્રીના સમયે ઘણા એવા સ્ટેશનો હોય છે જ્યાં ભીડ એકઠી થતી હોય છે. જેમાં બસ સ્ટેશનથી લઈ રેલવે સ્ટેશન અને નાઈટ ફુડ સ્ટ્રીટ પણ સામેલ છે. નાઈટ કર્ફ્યૂંના કારણે આ જગ્યાઓ પર ભીડ એકઠી થતી રોકી શકાય છે.

નાઈટ એક્ટિવિટી પર રહે છે પોલીસની નજર

દેશની આબાદીનો એક સમૂહ એવો પણ છે જે રાત્રીના સમયે વેપારની ગતિવિધિઓમાં સામેલ છે. જેના કારણે ભીડ એકઠી થવાની સંભાવનાઓ રહે છે. નાઈટ કર્ફ્યૂના કારણે આ તમામ ગતિવિધિઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે.

રસ્તાઓ પર ફરવાની પરવાનગી નહીં

દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં ઘણી વખત તમે જોતા હશો કે રાતભર રસ્તાઓ પર વાહનોની અવર-જવર રહે છે. નાઈટ કર્ફ્યૂના કારણે રસ્તાઓ પર નીકળવા પ્રતિબંધ હોય છે. માત્ર ઈમરજન્સી સેવાઓને જ પરવાનગી આપવામાં આવે છે.

નોંધનીય છે કે, પાર્ટી, કોઈ પણ જાતના કાર્યક્રમ, ગેટ ટુ ગેધર સહિતના કાર્યક્રમ મોટેભાગે રાત્રીના સમયે થતા હોય છે. જેના કારણે ભીડ એકઠી થાય છે. આવા કાર્યક્રમોમાં નાની એવી લાપરવાહી પણ મોટી સમસ્યાને નોતરી શકે છે. એવામાં નાઈટ કર્ફ્યૂં પર વધુ જોર આપવામાં આવે છે.

Related posts

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કરી ત્રીજી પોસ્ટ, વિશ્વાસ જાળવી રાખવાની વાત લખી

madhuri rathod

Leave a Comment