નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘણા શહેરોમાં ઓક્સિજન અને આઈસીયુ બેડની અછતના સમાચારોની વચ્ચે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું અને આ સ્થિતિ માટે સરકારને દીષી ઠેરવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘કોરોના વાયરસને કારણે ઓક્સિજન લેવલ ઘટી શકે છે, પરંતુ ઓક્સિજનના અભાવ અને આઈસીયુ બેડના અભાવને કારણે ઘણા મૃત્યુ થઈ રહ્યા છે. ભારત સરકાર, આ જવાબદારી તમારી છે.’
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક હોસ્પિટલમાં આગ લાગવાથી કોરોના પોઝિટિવ 13 દર્દીઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. દેશના ઘણા શહેરોમાં ઓક્સિજનની અછત સર્જાઈ હોવા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર 25 દર્દીઓના મૃત્યુ નીપજ્યા. સૂત્રોએ આ જાણકારી આપતા આ ઘટનાની પાછળનું સંભવિત કારણ ઓક્સિજનના અભાવને ગણાવ્યું છે.
Corona can cause a fall in oxygen level but it’s #OxygenShortage & lack of ICU beds which is causing many deaths.
AdvertisementGOI, this is on you.
— Rahul Gandhi (@RahulGandhi) April 23, 2021
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત થયા હોવાથી હાલમાં હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જોકે તેઓ હોમ ક્વોરેન્ટાઈનમાં પણ કેન્દ્ર સરકાર પર સોશિયલ મીડિયા થકી પ્રહાર કરી રહ્યા છે.
ગત રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસ જ એક સંકટ નથી. સરકારની જનતા વિરોધી નીતિઓ પણ એટલુ જ મોટુ સંકટ છે. હું ઘરે ક્વોરેન્ટાઈન છું અને સતત દુઃખદ સમાચારો આવી રહ્યા છે. ભારતમાં કેન્દ્ર સરકારની જનતા વિરોધી નીતિઓ પણ મોટી આફત સમાન છે. લોકોને ઉત્સવ અને ભાષણની જરુર નથી પણ સમસ્યાઓના સમાધાનની જરૂર છે.
घर पर क्वॉरंटीन हूँ और लगातार दुखद समाचार आ रहे हैं।
Advertisementभारत में संकट सिर्फ़ कोरोना नहीं, केंद्र सरकार की जन विरोधी नीतियाँ हैं।
झूठे उत्सव व खोखले भाषण नहीं, देश को समाधान दो!
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2021
Advertisement