લખતર તાલુકા ના કાંતિભાઈ ઉપડલા દ્વારા વિઠ્ઠલપરા ગામ માં ગ્રામ પંચાયત ની ગામતળ ગામ ની સિમ જમીન ની પડતર ગૌચર ની જમીન સહિત ની જમીન માં દબાણ કરાયુ હોવાની જમીન ના સર્વે નંબર સહિત નો ઉલ્લેખ કરી અનેકવાર લખતર મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી પોલીસ સ્ટેશનમાં અનેકવાર અરજી આપી દબાણ દૂર કરવા માંગ કરી છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરાતા નહિ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આજે ફરીવાર લખતર તાલુકા વિકાસ અધિકારી ને ઉદેશી લખતર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી લખતર પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી.
વધુ માં જણાવ્યું હતું કે જો સરકારી જમીન માં થયેલ દબાણ દૂર નહિ કરાય તો તેમને ઈચ્છા મૃત્યુ ની માંગ કરવાની ફરજ પડશે અને કોઈપણ પ્રકાર ની અશાંતિ ઉભી થશે તેની જવાબદારી સરકારી તંત્ર ની રહેશે તેમ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.ગામના દબાણ અંતર્ગત પુરાવા સાથે અનેકવાર અરજી કરવા છતાં પરિણામ નહીં મળતા અરજદારે ઈચ્છા મૃત્યુ ની માંગ કરવાની ફરજ પડવાની ચીમકી ઉચ્ચારી હતી.