મનોરંજન જગતના ઝળહળતા સિતારા સિંગર કેકે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધનથી ના માત્ર મનોરંજનજગત પણ સૌ કોઈ શોકમગ્ન છે.
ગાયક કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નાથે 53 વર્ષની વયે કોલકાતામાં તેમની છેલ્લી કોન્સર્ટ પછી બધાને અલવિદા કહી દીધું હતું. ત્યારે સિંગરના નિધનના 6 દિવસ બાદ કેકેનું છેલ્લું ગીત ‘ધૂપ પાની બહને દે’ રિલીઝ થયું છે.
આ ગીત તેમણે શ્રીજીત મુખર્જીની ફિલ્મ શેરદિલ માટે રેકોર્ડ કર્યું હતું. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થવાની છે. ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
ચાહકો ફિલ્મ માટે કેકે ગાશે તેની રાહ જોઈ રહ્યા છે. કેકેનું ગીત ‘ધૂપ પાની બહને દે’ સાંભળીને ચાહકો ભાવુક થયા છે. ફેન્સ ઘણી ઈમોશનલ કોમેન્ટ કરી રહ્યા છે. ફિલ્મ “શેરદિલ – ધ પીલભીત સાગા” માટે ગીત “ધૂપ પાની બહને દે” ગુલઝારે લખ્યું હતું. કેકેના છેલ્લા ગીતનું સંગીત શાંતનુ મોઇત્રા દ્વારા આપવામાં આવ્યું છે. આ પારિવારિક મનોરંજક ફિલ્મ 24 જૂનથી મોટા પડદા પર જોવા મળશે.