ખેડા પાસે આવેલ એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કોઈપણ પ્રકારની સલામતી સાધનો વિના કંપનીના કેમિકલના કૂવાની સફાઈ માટે ઉતરેલા 6 મજૂરો પૈકી 3 મજૂરો શ્વાસ રુંધાતા બેભાન થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં અસલાલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધરી કામદારોને બહાર કાઢ્યા હતા અને બેભાન થયેલા ત્રણ મજૂરોને ખેડાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
જોકે સારવાર દરમિયાન એક મજૂરનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સારવાર દરમિયાન મજૂરનું મૃત્યુ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી અને આ બનાવ અંગે કંપનીના મેનેજર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી ખેડા ટાઉન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement