Karan Kundrra Per Episode Fees: કરણ કુન્દ્રા નાના પડદા પર એક મોટું નામ છે. કરણ ભલે કોઈ સિરિયલમાં કામ કરે કે ન કરે, પરંતુ તે સમાચારમાં ચોક્કસ રહે છે. કરણે પોતાના કરિયરમાં અત્યાર સુધી જેટલા પણ કામ કર્યા છે તેના માટે ઘણી હેડલાઈન્સ બનાવી છે, રિયાલિટી શૉથી લઈને સુપરહિટ સિરિયલો સુધી કરણની પર્સનલ લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ જ કરણને અસલી ઓળખ ‘કિતની મોહબ્બત હૈ’થી મળી હતી. આ શૉ ખૂબ જ લોકપ્રિય થયો હતો અને દર્શકોને તેની સ્ટોરી ઘણી પસંદ આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે આટલો હિટ શૉ આપવા છતાં કરણને આ સીરિયલ માટે કેટલી ઓછી ફી મળતી હતી.
એક એપિસોડના મળતા હતા માત્ર 4 હજાર રુપિયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શૉમાં કામ કરવા માટે કરણ કુન્દ્રાને ઘણી ઓછી ફી મળતી હતી. જ્યારે તે શૉમાં મુખ્ય પાત્ર ભજવી રહ્યો હતો ત્યારે તેને એક એપિસોડ માટે માત્ર 4 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ સિરિયલમાં તેની સાથે કૃતિકા કામરા હતી. આ શૉને દર્શકનો ઘણો પ્રેમ મળ્યો, તેથી તેની બીજી સિઝન પણ આવી. જ્યારે તેને આ શૉમાં ઓછા પૈસા મળ્યા તો લોકોએ તેને શૉ બદલવાનું સૂચન કર્યું.
દિલ હી તો હૈ સિરિયલમાં મળી 1.25 લાખ ફી
કિતની મોહબ્બત હૈ પછી, કરણ કુન્દ્રાએ બીજી હિટ સિરિયલ આપી જેનું નામ હતું દિલ હી તો હૈ. આ શૉમાં કરણને ઘણી ફી મળી હતી. તેને એક એપિસોડ માટે 1.20 લાખ રૂપિયા મળ્યા હતા. તો બિગ બોસ 15 પછી હવે કરણ કુન્દ્રાનું કરિયર પાછું પાટા પર આવી ગયું છે. કરણ શૉ છોડતાની સાથે જ ડાન્સ દીવાને જુનિયરને હોસ્ટ કરી રહ્યો છે, જ્યારે તે લોકઅપમાં જેલર તરીકે પણ જોવા મળ્યો હતો. કરણ તેજસ્વી પ્રકાશ સાથેના સંબંધોને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.