ખેડા જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે હવે જુના વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. તાલુકા મથક કપડવંજના તાલુકા સેવાસદનમાં આવેલ તોતિંગ લીમડાની ડાળ થઈ ધરાશાઈ થઈ હતી. જેના પગલે સેવા સદનમાં સરકારી કામે આવેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે કોઇને જાનહાની થઇ ન હતી.
કપડવંજમાં આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘટનાને પગલે વડની નીચે પાર્ક કરેલા દ્રિચક્રી વાહનો વૃક્ષ નીચે દબાઇ ગયા હતા. સદ્દનસીબે ઘટના સમયે વડની નીચે કોઇ વ્યક્તિ હાજર ન હતી. આ વૃક્ષ નીચે પાર્ક કરેલી કાર ઉપર જ પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે ઘટના સમયે આ કારમાં પણ કોઇ વ્યક્તિ બેઠેલ ન હતી. સમગ્ર દિવસ દરમ્યાન વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાને કારણે ઝાડ કાપવા અને રસ્તા ખુલ્લા કરવા તંત્ર દોડતુ થઇ ગયું હતું.
Advertisement
Advertisement