Kangana Ranaut Dhaakad Leaked Online:બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ની ફિલ્મ ‘ધાકડ’ આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારા રિવ્યૂ મળી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ ઓનલાઈન લીક થઈ ગઈ છે. ફિલ્મ લીક થવાને કારણે મેકર્સને નુકસાન થઈ શકે છે.
લીક થઈ કંગના રનૌતની ‘ધાકડ’
કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ ઘણી વેબસાઈટ્સ પર એચડી પ્રિન્ટમાં લીક થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફિલ્મના બિઝનેસને નુકસાન થઈ શકે છે, કારણ કે લોકો આ ફિલ્મને થિયેટરોમાં જોવાને બદલે તેને ઑનલાઇન ડાઉનલોડ કરીને જોવાનું શરૂ કરી નાખશે. જોકે, આ ફિલ્મ એટલા મોટા લેવલ પર બનાવવામાં આવી છે કે તેને લેપટોપ કે મોબાઈલ પર નહીં પરંતુ થિયેટરમાં જોવાની મજા આવશે.
આ ફિલ્મો પણ થઈ ચૂકી છે ઓનલાઈન લીક
જોકે, ‘ધાકડ’ એવી પહેલી ફિલ્મ નથી જે રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ હોય. આ પહેલા ‘ભૂલ ભુલૈયા 2’, ‘હીરોપંતી 2’, ‘રનવે 34’, ‘આર્ચયા’ અને રણવીર સિંહની 83 જેવી ફિલ્મો પણ રિલીઝના દિવસે ઓનલાઈન લીક થઈ ચૂકી છે.
આ સ્ટાર્સે કર્યું છે કામ
કંગના રનૌતની ‘ધાકડ’ એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે, જેનું નિર્દેશન રજનીશ ઘાઈએ કર્યું છે. તે દીપક મુકુટ અને સોહેલ મકલાઈ દ્વારા નિર્મિત છે. કંગના રનૌતની આ પહેલી એક્શન ફિલ્મ છે, જેમાં અભિનેત્રીએ ખતરનાક સ્ટંટ કર્યા છે. આ ફિલ્મમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તાએ કામ કર્યું છે, જેઓ નેગેટિવ રોલમાં છે. અભિનેત્રી કંગના રનૌત છેલ્લે ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળી હતી. તેમના શાનદાર અભિનય છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. હવે તેમને ફિલ્મ ‘ધાકડ’થી ઘણી આશાઓ છે.