Guru Vakri 2022 effect on Zodiac Signs: જ્યોતિષમાં ગુરૂ એટલે કે બૃહસ્પતિ ગ્રહને શિક્ષણ, જ્ઞાન, ધન, દાન-પુણ્યના કારક કહેવામાં આવ્યા છે. ગુરૂ જ્યારે રાશિ પરિવર્તન કરે છે કે ચાલ બદલે છે તો જીવનના ઘણા પહેલુઓ પર અસર પડે છે. કાલે 29 જૂલાઈ 2022 ગુરૂ પોતાની જ રાશિ મીનમાં વક્રી થવા જઈ રહ્યા છે.
મીન રાશિમાં ગુરૂની ઉલ્ટી ચાલનો તમામ 12 રાશિઓ પર થશે. જ્યારે 3 રાશિવાળા માટે વક્રી ગુરૂ ખૂબ જ લાભ આપશે. આવતા 4 મહિના સુધી ગુરૂ વક્રી રહેશે અને આ રાશિઓના જાતકોને ખૂબ પ્રગતિ, પૈસા અને ખુશીઓ આપશે. આવો જાણીએ આવતા 4 મહિના સુધી કઈ રાશિવાળાની કિસ્મત ચમકશે.
વૃષભ
ગુરૂની વક્રી ચાલ વૃષભ રાશિવાળા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ જાતકોની આવકમાં મોટો વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. નોકરી કરતા લોકોને પદ લાભ મળી શકે છે. વેપારીઓને પણ લાભ થશે. નવી ડીલ પાક્કી થઈ શકે છે. કામકાજની શૈલીમાં આવેલો નિખાર તમને ખૂબ વખાણ અને માન-સન્માન અપાવશે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય છે.
મિથુન
મિથુન રાશિવાળાને વક્રી ગુરૂ ઘણા લાભ આપશે. નોકરીમાં પરિવર્તન, પ્રમોશનના યોગ છે. પદ વધી શકે છે. વેપારીઓનું નેટવર્ક વધશે. એવા જાતક જે માર્કેટિંગ કે મીડિયા સાથે જોડાયેલા છે, તેમને લાભ થઈ શકે છે.
કર્ક
કર્ક રાશિના જાતકોને ગુરૂની ઉલ્ટી ચાલ ભાગ્ય વધારનારી સાબિત થશે. તેમને દરેક કામમાં કિસ્મતનો સાથ મળવા લાગશે. અટકાયેલા કામ બનવા લાગશે. અટકાયેલા પૈસા મળશે. યાત્રા પર જવાના યોગ છે અને આ યાત્રા લાભદાયી પણ સાબિત થશે. વિદેશ કે દૂર સ્થાનથી લાભ થઈ શકે છે.
નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને તેમજ કેટલીક સામાન્ય માહિતી અને જાણકારીને આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતા નથી.